આખરે ગૌહર ખાને બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે કરી સગાઈ

બિગ બોસ ૭ની વિનર અને ટેલિવિઝનનો જાણીતો ચહેરો ગણાતી ગૌહર ખાને બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે સગાઈ કરી લીધી છે. ગૌહરે પોતાની સગાઈના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે તેણે ઝૈદ સાથેની સુંદર તસવીર પણ શેર કરી છે.

આ તસવીરમાં ગૌહર ખાન અને ઝૈદ દરબાર ખુશ જોવા મળી રહૃાા છે. તેમના હાથમાં એક ફુગ્ગો છે, જેના પર લખ્યું છે કે, ’તેણે હા પાડી’. તસવીરમાં ગૌહરે લોરલ પિંક અને વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે જ્યારે ઝૈદ ગોલ્ડન કલરના શર્ટ અને ડેનિમમાં હેન્ડસમ લાગી રહૃાો છે. એક્ટ્રેસે કેપ્શનમાં રીંગ તેમજ હાર્ટ ઈમોજી મૂકી છે. તેણે પોસ્ટમાં ઝૈદને પણ ટેગ કર્યો છે.

ઝૈદ દરબારે પણ ઈન્સ્ટાગ્રામ પર આ જ તસવીર શેર કરી છે અને ગૌહરની પોસ્ટ જેવું કેપ્શન આપ્યું છે. ગૌહર ખાનની આ પોસ્ટ પર નેહા કક્કડ, જય ભાનુશાળી, સુનીલ ગ્રોવર, મેઘના નાયડુ, મંદના તેમજ વિશાલ દદલાની સહિતાના સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે. નેહાએ કોમેન્ટ કરતાં લખ્યું છે, ’અરે વાહ…હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું’.

બિગ બોસ ૧૪ના ઘરમાંથી બહાર આવ્યા બાદ થોડા દિવસ પહેલા ગૌહર ખાન અને ઝૈદ દરબાર ગોવા વેકેશન માણવા માટે ગયા હતા. તેમણે ગોવા વેકેશનની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW