Wednesday, January 20, 2021
Home Entertainment અમિતાભ બચ્ચન અને એકતા કપૂર આ વર્ષે દિવાળીની ઉજવણી નહીં કરે

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર આ વર્ષે દિવાળીની ઉજવણી નહીં કરે

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર દીવાળીના તહેવારની શાનદાર પાર્ટીના આયોજન માટે જાણીતા છે. તેમની પાર્ટીઓમાં ટીવી અને ફિલ્મોના ટોચના કલાકારો દિલ ખોલીને આનંદ માણતા હોય છે. પરંતુ આ વરસે આ બન્ને જણા દીવાળીનો તહેવાર દરવરસની માફક નહીં ઉજવે.

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર રિશી કપૂરના નિધનના શોક તેમજ કોરોના મહામારીના કારણે તેમણે આ પર્વ ફક્ત પોતાના પરિવાર સાથે જ મનાવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ અને એકતા બન્નેનો રિશીના પરિવાર સાથે ગાઢ સંબંધ છે.

અમિતાભની પુત્રી શ્ર્વેતા બચ્ચનના લગ્ન રિશીના ભત્રીજા નિખિલ નંદા સાથે થયા છે. આ રીતે તેઓ સંબંધી પણ છે. એકતા કપૂર પણ રિશીના પરિવારને પોતાનો પરિવાર માને છે. તેણે પણ આ જ કારણ આપીને દીવાળીની પાર્ટી રાખવાનો ઇનકાર કર્યો છે. રિશી ઉપરાંત કોરોના મહામારીના કારણે પણ દીવાળીની પાર્ટી કરવામાં આવશે નહીં. અમિતાભ અને તેનો પરિવાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેથી એક જગ્યા પર વધુ લોકો એકત્રિત થાય તે હાલની પરિસ્થિતિથી શક્ય ન હોવાથી દીવાળીની ઊજવણી કરવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

રાજકોટમાં સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેંચી દેનાર બે શખ્સો ઝડપાયા

રાજકોટમાં સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વેંચી દેવાનું કૌંભાડ સામે આવ્યું છે. મોટા મવાની ૫ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ...

મુંબઇમાં નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ, કુલ ૯ની ધરપકડ

ગેંગમાં ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશયન સામેલ ક્રાઇમ બ્રાન્ચ એ મુંબઇમા નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરવાનો કાળો ધંધો કરતી ગેંગનો...

૨૧મીએ મુખ્યમંત્રી હોમટાઉન જશે અને કોંગ્રેસને આપશે ઝટકો

ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ સીએમ રૂપાણી હોમટાઉન...

Recent Comments

× Get Now Free E-Newspaper.