Monday, January 18, 2021
Home Entertainment અંદાજે ૯૦૦ દિવસ બાદ શાહરૂખન ખાન નવેમ્બરના અંતમાં શુટિંગ શરૂ કરશે

અંદાજે ૯૦૦ દિવસ બાદ શાહરૂખન ખાન નવેમ્બરના અંતમાં શુટિંગ શરૂ કરશે

અંદાજે ૯૦૦ દિવસ સુધી બોલિવૂડથી દુર રહેલાના કિંગ ખાન હવે ફરીથી ફિલ્મોનું શુટિંગ શરૂ કરવા જઈ રહૃાા છે. એક રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાન ૨૦૨૧થી મોટી સ્ક્રીન પર કમબેક કરવા તૈયાર છે. છેલ્લા તે ૨૦૧૮માં આનંદ એલ રાય દ્વારા નિર્દૃેશિત ફિલ્મ ’ઝીરો’માં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. એક્ટર હવે સિદ્ધાર્થ આનંદૃની ફિલ્મ ’પઠાણ’માં જોવા મળશે જેનું શિડ્યુલ નવેમ્બરના અંતમાં શરૂ થવાનું છે અને તે લગભગ ૮ મહિના સુધી જુદા જુદા દેશોમાં શૂટ કરવામાં આવશે.

ફિલ્મનું શુટિંગ જૂન ૨૦૨૧ સુધીમાં ખતમ કરવામાં આવી શકે છે અને ફિલ્મને વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રિલીઝ કરી શકાય છે. સૂત્રો મુજબ, નવેમ્બરનું શિડ્યુલ શાહરૂખ સાથે માત્ર મુંબઈમાં જ છે, જ્યારે આગામી વર્ષની શરૂઆતમાં અન્ય દેશમાં શુટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ તથા જોન અબ્રાહમ તેને જોઈન કરશે. આ ફિલ્મમાં શાહરૂખ અને જોન વચ્ચે જબરજસ્ત ફાઈટીંગ જોવા મળશે, બંને એક્ટર્સ વચ્ચે દીપિકા મહત્વપૂર્ણ રોલ ભજવશે.

શાહરૂખ પઠાણ ફિલ્મ માટે પોતાના વાળ અને દાઢી વધારી રહૃાો છે. અહીં ખાસ વાત એ છે કે શાહરૂખ જૂન ૨૦૧૮માં પોતાની ફિલ્મના શૂટના ૮૭૦ દિવસ બાદ પહેલીવાર ફિલ્મના સેટ પર પાછો ફરી રહૃાો છે. ફિલ્મોથી દુર રહૃાાના આ સમય દરમિયાન તેણે અયાન મુખર્જીની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ અને આર માધવનના જીવન પર આધારીત ’રોકેટરી’માં બે કેમિયો રોલ શૂટ કર્યા છે.

શાહરૂખ ’પઠાણ’ બાદૃ આગામી ફિલ્મ ઓગસ્ટમાં રાજકુમાર હિરાણી અથવા સાઉથના ડિરેક્ટર અટલી સાથે શરૂ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ’એટલીની ફિલ્મ હજુ શરૂઆતના તબક્કામાં લાગી રહી છે, એવામાં એક્ટર હિરાણીની ડ્રામા ફિલ્મ શરૂ કરી શકે છે, કારણ કે અન્ય બંને ફિલ્મો એક્શનથી ભરપૂર હશે. પરંતુ હિરાણી પોતાની સ્ક્રીપ્ટ પૂરી કરવામાં સમય લેશે અને ૨૦૨૧ના મધ્યમાં જ આ સંભાવનાઓ સ્પષ્ટ થઈ શકશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.