Thursday, January 21, 2021
Home Drinks ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે:...

ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે: તબીબોનું તારણ

કોરોનાએ લોકોને હેલ્થ પ્રત્યે જાગૃત બનાવી દીધા. તેમજ આર્યુવેદિક ઉપચાર તરફ પણ વાળી દીધા. ગરમ પાણી, ઉકાળા, કસરત, નાસ વગેરે લોકોના રુટિનનો જ એક ભાગ બની ગયો છે. લોકો હવે નિયમિત આ બાબતો કરતા થઈ ગયા છે. તેમાં પણ ઉકાળા લેવાનું પ્રમાણ વધી ગયું છે. ઉકાળાના અનેક ફાયદા છે. તમારા આંતરડાને સાફ રાખવા ઉકાળો બહુ જ ફાયદેમંદ સાબિત થાય છે. પરંતુ આ જ ઉકાળા માટે એક નેગેટિવ સમાચાર પણ સામે આવ્યા છે. ઉકાળાનું સતત સેવન કરતા લોકો માટે તબીબોએ ખાસ ચેતવણી આપી છે. કોરોનાથી બચવા ઉકાળાનું સેવન કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. કારણ કે, ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે તેવુ તબીબોનું કહેવું છે.

ખાસ કરીને કેન્સરને આમંત્રણ આપી શકે છે. કોરોનાના ડરથી ઇમ્યુનિટી બુસ્ટ કરવા લોકોએ ઉકાળા અને જુદા જુદા ગરમ પીણાંનો સહારો લીધો છે. પરંતુ સામાન્ય કરતા વધુ ઉકાળો પીતાં લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જરૂર કરતાં વધારે ઉકાળા કે ગરમ પીણાંનું સેવન કેન્સરને આમંત્રણ આપી શકે છે. વધુ પડતા ઉકાળા કે ગરમ પીણાંના સેવનથી અન્નનળીનું કેન્સર, મોઢામાં ચાંદૃા પડવા, અન્નનળીમાં ચાંદા અને હોજરીમાં ચાંદા પડવા જેવી સમસ્યા નોતરી શકે છે.

આ વિશે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યા જણાવે છે કે, અન્નનળીની અંદરના લેયરમાં વધુ પડતા ઉકાળા કે ગરમ પીણાંના સેવનથી બદલાવ આવે છે, જેના કારણે કેન્સર થવાની શક્યતા રહે છે. કોરોનાથી બચવા સતત ઉકાળા કે કોઈ ગરમ પીણાંનું સેવન કર્યું હોય તો ખાસ ચેતી જવાની જરૂર છે. જેમને એસીડીટીની અમસ્યા, ખાવા પીવામાં તકલીફ પડતી હોય, ખાધા બાદ ઉલટી થતી હોય, ખોરાક ખાતી વખતે ફસાતો હોય અથવા પાણી પીધા બાદ જ ખોરાક ઉતરતો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તબીબો મુજબ ઉકળા અને ગરમ પીણાંનું સેવન સતત થતું રહેશે તો ભવિષ્યમાં કેન્સરના કેસો વધવાની શક્યતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને...

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને...

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

Recent Comments

× Get Now Free E-Newspaper.