સુરતમાં ભાગીદારોના ત્રાસથી મોટા વરાછાના બિલ્ડરે કારમાં ઝેરી દવા પી લીધી

કોરાના મહામારી વચ્ચે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે હવે ધીમીધીમે સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે. જોકે, થોડા સમયથી ઉઠામણા, વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ સામે આવી રહૃાા છે. ત્યારે મોટા વરાછાના એક બિલ્ડરે ભાગીદારોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે,

બિલ્ડરે પોતાની જ કારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા ખાતે વિપુલ રંગાણી પરિવાર સાથે રહે છે. વિપુલે ભાગાદારીમાં મોટા વરાછા ખાતે હરિકૃષ્ણ ડેવલોપર્સ નામનો એક પ્રોજેક્ટ ઉભો કર્યો છે. જેમાં ભાગીદારો પ્રોજેક્ટના પાવર ઓફ એટોર્ની કરવા દબાણ કરતા કારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ વિપુલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આપઘાતના પ્રયાસ પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં ભાગીદૃારોના ત્રાસનો ઉલ્લેખ છે. આ સાથે સારવાર દરમિયાન પણ ભાગીદૃારોના ત્રાસનું જણાવ્યું હતું.