સંરક્ષણ મંત્રાલય ૪૦૦ કરોડના ખર્ચે દસ લાખ હેન્ડ ગ્રેનેડ ખરીદશે

સંરક્ષણ મંત્રાલયે સેન્યની જરૃરિયાતને પહોંચી વળવા માટે દૃસ લાખ હેન્ડ ગ્રેનેડ (વિસ્ફોટક હાથ ગોળા) ખરીદૃવાનું નક્કી કર્યું છે. આ માટે કેટલીક ખાનગી કંપનીઓ સાથે રૃપિયા ૪૦૦ કરોડના કરાર કરવામાં આવ્યા હતા. આ નવા ગ્રેનેડની ડિઝાઈન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા તૈયાર કરવામાં આવી છે. ડિઝાઈન ભારતીય છે અને ઉત્પાદન પણ ભારતમાં જ થશે. મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ (એમએમએચજી) નામે ઓળખાતા આ ગોળા આવવાને કારણે અત્યારે જે બીજા વિશ્ર્વયુદ્ધ વખતની ડિઝાઈનના ગ્રેનેડ વપરાય છે, તેમાં નવીનીકરણ આવશે.

બીજી તરફ ડીઆરડીઓ દ્વારા આજે સ્વદૃેશમાં જ બનાવેલા લેસર ગાઈડેડ એન્ટી ટેક્ધ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ આર્મીની અહમદૃનગર રેન્જમાં કરવામાં આવ્યું હતું. પાંચ કિલોમીટર સુધીની રેન્જ ધરાવતા આ મિસાઈલનું છેલ્લા દૃસ દિૃવસમાં બે વાર પરીક્ષણ થયું હતું અને બન્ને વખત સફળતા મળી હતી. ફાયિંરગ માટે પણ ભારતની મેઈન બેટલ ટેક્ધ અર્જુન વપરાઈ હતી. અર્જુનના નાળચમાંથી મિસાઈલ રવાના થતી હોય એવો વિડીયો પણ ડીઆરડીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સ્વદૃેશી શસ્ત્ર ઉત્પાદૃન ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ છે. કલાકના ૯૦૦ કિલોમીટરની ઝડપે પ્રહાર કરી શકતી નિર્ભય મિસાઈલ ભારતે ચીન એલએસી પર ગોઠવી દૃીધી છે. હવે આ મિસાઈલને નૌકાદૃળમાં પણ શામેલ કરવા માટેે સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી દૃીધી છે. આ મિસાઈલ મૂવેબલ ખટારા જેવા પ્લેફોર્મ, સ્થિર પ્લેટફોર્મ એમ વિવિધ રીતે લોન્ચ થઈ શકે છે. એ પરંપરાગત હથિયાર ઉપરાંત પરમાણુ બોમ્બ લઈ જવા પણ સક્ષમ છે.

સામાન્ય રીતે સૈન્યની ત્રણેય પાંખો માટે જરૃરી નાના હથિયારો ઓર્ડેનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવતા હોય
ભારતમાં સામાન્ય રીતે સૈન્યની ત્રણેય પાંખો માટે જરૃરી નાના હથિયારો ઓર્ડેનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવતા હોય છે. પરંતુ હથિયારોની બાબતમાં કોઈ એક જ વિકલ્પ પર નિર્ધારિત ન રહેવું પડે એટલા માટે સંરક્ષણ મંત્રાલયે ગ્રેનેડનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને આપ્યો છે. કંપનીઓએ માત્ર ગ્રેનેડે ઉત્પાદિૃત કરવાના છે, તેની ડિઝાઈન તો પહેલેથી તૈયાર જ છે.