વેક્સિન અંગે રિસર્ચ અને એને મોટે પાયે બનાવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે: બિલ ગેટ્સ

અમેરિકન બિઝનેસમેન અને માઈક્રોસોફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે આશા છે. ગેટ્સે કહૃાું, ભારતમાં થઈ રહેલાં રિસર્ચ અને મેન્યુફેક્ચારીંગ કોરોના સામે લડવા મહત્ત્વનાં છે. મોટે પાયે વેક્સિન તૈયાર કરવામાં ભારતની મહત્ત્વની ભૂમિકા હશે. તેમણે ગ્રાન્ડ ચેલેન્જીસ એન્યુઅલ મીટીંગ ૨૦૨૦માં આ વાતો કહી હતી. આ વર્ચ્યુઅલ મીટીંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. મીટીંગમાં કોરોના વેક્સિન તૈયાર કરવા અને એની સારવારમાં આવી રહેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગેટ્સે કહૃાું હતું કે ભારતમાં છેલ્લા બે દાયકામાં સ્વાસ્થ્ય સુધારણા અંગે મોટે પાયે કામ કરવામાં આવ્યાં છે.

આગળ પણ તેમની પાસે ઘણી આશાઓ છે. ગેટ્સે કહૃાું, રિસર્ચર્સે નવા ઢંગથી કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ હવે પોતાનાં રિસર્ચ પબ્લિશ થવાની રાહ નથી જોઈ રહૃાા. તેઓ દરરોજ પોતાનો ડેટા શેર કરી રહૃાા છે. રિસર્ચર્સે મહામારી શરૂ થયા પછી અત્યારસુધીમાં કોરોના વાઈરસના ૧ લાખ ૩૭ હજાર જેનોમી સીક્વન્સ બહાર પાડ્યા છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ દવાઓના પ્રોડક્શનમાં મદદ કરી રહી છે. તેઓ એવું કામ કરી રહૃાા જે પહેલાં ક્યારેય નથી કર્યું. વેક્સિન તૈયાર કરવાના પડકારોએ અંગે તેમણે કહૃાું હતું કે એમઆરએનએ વેક્સિન પાસે ઘણી આશાઓ છે.

એમઆરએનએ વેક્સિન માણસના સેલ (રાઈબોજ ન્યુક્લિક એસિડ)માં હાજર એન્ટિજનની મદદથી કામ કરે છે. વાઈરસ સંક્રમણથી બચવા માટે જરૂરી એન્ટિજન પેદા કરે છે. શક્ય છે કે દૃુનિયામાં પહેલી વેક્સિન આ ટેક્નિકથી તૈયાર કરવામાં આવે. માત્ર વેક્સિન તૈયાર કરી લેવી જ પૂરતું નહીં હોય. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ મુશ્કેલીઓ આવશે, કારણ કે એના માટે કોલ્ડસ્ટોરેજ ચેઈનની યોગ્ય સુવિધા હોવી જરૂરી છે. આશા છે કે આવનારા સમયમાં એમઆરએનએ પ્લેટફોર્મ્સ વધુ સારાં થશે. આનાથી વેક્સિનની કિંમત ઘટશે, હાલ કોલ્ડસ્ટોરેજ સુવિધાઓ વધુ સારી બનશે.