અમદાવાદની ફિરદૌશ અમૃત સ્કૂલની દાદાગીરી, ફી ઉઘરાવ્યાં બાદ જૂની ફીના ડિફરન્સના નાણાં માગ્યા

શિક્ષણ વિભાગે ફીમાં ૨૫ ટકા રાહત આપી છે, છતાં સ્કૂલોની દૃાદૃાગીરી ઓછી થતી નથી. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફિરદોશ અમૃત સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ફી મામલે સ્કૂલે બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટ અને જરૂરી દસ્તાવેજ અટકાવ્યાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્કૂલે બોર્ડના વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી ઉઘરાવ્યાં બાદ જૂની ફીના ડિફરન્સના નાણાં માગ્યા છે. અને જો વાલીઓ ડિફરન્સના નાણાં જમા ના કરાવે તો બોર્ડનું ફોર્મ ન ભરવાની ચીમકી આપી છે. ત્યારે ગુસ્સે થયેલા વાલીઓએ સુપ્રિમ કોર્ટના દૃરવાજા ખખડાવ્યા છે.

વર્ષ ૨૦૧૪માં સ્કૂલે ૨૫ ટકા ફીમાં વધારો કરતા ૩૭૦ જેટલા વાલીઓએ હાઇકોર્ટમાં સ્કૂલ વિરુદ્ધ અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટના આદેશ મુજબ વાલીઓ વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી દૃર વર્ષે ફી પેટે ૨૪,૫૦૦ રૂપિયા સ્કૂલમાં જમા કરાવતા હતા. આખરે હવે સ્કૂલે વાલીઓને વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં ન ભરેલી ફીની રકમ જમા કરાવવા સૂચના આપી છે. અંદૃાજે ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ વાલીદૃીઠ ભરવાનો મેસેજ વાલીઓને કરવામાં આવ્યો છે. ત્યારે વાલીઓ દ્વારા સ્કૂલના આ નિર્ણય સામે પણ સુપ્રિમ કોર્ટમાં અરજી કરાઈ છે.

જો વાલી વર્ષ ૨૦૧૪થી સ્કૂલ મુજબ બાકી રહેલી ફી જમા ના કરાવે, તો તેમના બાળકોના ૧૫ ઓક્ટોબરથી ઓનલાઈન કલાસ બંધ કરવાની સ્કૂલે ચીમકી આપી છે. ફી મામલે ફેબ્રુઆરી ૨૦૨૦માં હાઇકોર્ટે વાલીઓને એફઆરસી માં જવાનું કહૃાું હતું. એફઆરસી બાદ રાહત મેળવવા વાલીઓ આખરે સુપ્રિમ કોર્ટના શરણે પહોંચ્યા છે.