Sunday, January 17, 2021
Home Business ૧૬ હજાર કિલો સરકારી અનાજ બારોબાર વેચાય તે પહેલા પોલીસે ઝડપ્યું, ૪ની...

૧૬ હજાર કિલો સરકારી અનાજ બારોબાર વેચાય તે પહેલા પોલીસે ઝડપ્યું, ૪ની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં ફરિ એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ ૧૬ હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે ૪ આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે એક મહિલા આરોપી ફરાર છે જેની નરોડા પોલીસ મથકે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતુ અનાજ વર્ષોથી કાળા બજારી કરનારા લોકો ગેરકાયદેસર રીતે પચાવી રહૃાા છે. અને તે વાત તંત્રથી પણ અજાણ નથી. તેમ છતા શહેરમાં ફરિ એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે. જેમાં સેક્ટર ૨ જેસીપીની સ્ક્વોડે ૧૬ હજાર કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે ૫ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ૪ આરોપીની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે ઘોડા કેમ્પથી નિકળી જે સરકારી જથ્થો શાહીબાગ જવાનો હતો. તે જથ્થો સીધે સીધો નરોડા જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાં પહોંચી ગયો જ્યાથી પોલીસે અનાજનો જથ્થો અને આરોપીને ઝડપી પાડ્યા છે

સેકટર ૨ જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસીના ફેઝ-૩માં એક ખાનગી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેની તપાસ કરતા ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી, ગોડાઉન માલિક મહેશ નાથાણી અને પરષોત્તમ તિવારીની ધરપકડ કરી છે. આરોપીને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યુ કે, સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો. જોકે ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનનાં ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહૃાું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. જેથી ગીતા ચુનારા વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેક્ટર ૨ સ્ક્વોડે નરોડા વિસ્તારમાંથી અનાજનો જથ્થો કબ્જે કરતા નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે સરકારી દુકાનના માલિક ગીતાબેન અને દૃુકાનના વહીવટદૃાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદૃન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહૃાું હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે જોવુ એ રહૃાુ કે, અનાજનુ કૌભાંડ દુકાનદાર સુધી અટકે છે કે સરકારી બાબુની મિલીભગત સામે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.