મુકેશ અંબાણીને ઝટકો, ૨૪૦૦૦ કરોડની ડીલ પર કોર્ટે રોક લગાવી

વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં 9મા સ્‍થાને પહોંચી ગયા મુકેશ અંબાણી...!
વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં 9મા સ્‍થાને પહોંચી ગયા મુકેશ અંબાણી...!

યુચર ગ્રુપ સાથેનો સોદૃો રહેશે મોકુફ, એમેઝોનને મળી વચગાળાની રાહત

એમેઝોનને પોતાના ભારતીય ભાગીદાર યૂચર ગ્રુપની વિરુદ્ધ રવિવારે એક વચગાળાની રાહત મળી છે. િંસગાપુરની મધ્યસ્થતા અદાલતે યૂચર ગ્રુપને પોતાના રિટેલ કારોબાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડને વેચવાથી વચગાળાની રોક લગાવી છે. યૂચર ગ્રુપના રિલાયન્સની સાથે ૨૪, ૭૧૩ કરોડ રુપિયાનો સોદો કરી રાખ્યો છે. એમેઝોને ગત વર્ષે યૂચર ગ્રુપની એક અસૂચીબદ્ધ કંપનીની ૪૯ ટકાની ભાગીદારી ખરીદવા પર સહમત થઈ હતી. આ સાથે એક શરત પણ હતી કે અમેઝોનના ૩થી ૧૦ વર્ષના સમયમાં યૂચર રિટેલ લિમિટેડની ભાગીદારી ખરીદવાનો અધિકાર રહેશે.

આ દરમિયાન દેવામાં ડૂબેલા કિશોર બિયાની સમૂહે પોતાનો રિટેલ સ્ટોર, જથ્થો અને લોજિસ્ટિક્સ કારોબારને હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચવાનો કરાર કર્યો છે. જેના વિરુદ્ધમાં એમેઝોને મધ્યસ્થતા અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં એકમાત્ર મધ્યસ્થ વીકે રાજાએ અમેઝોનના પક્ષમાં વચગાળાનો નિર્ણય સંભળાવ્યો છે. તેમણે હાલમાં યૂચર ગ્રુપના સૌદાને અટકાવ્યો છે. તેમણે કહૃાું કે આ મામલામાં મધ્યસ્થતા અદાલત અંતરિમ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી સૌદો રોકી દેવામાં આવે. એમેઝોનના એક પ્રવક્તાએ આ અંગેના નિર્ણયની પુષ્ટિ કરી છે. એમેઝોને માન્યુ છે કે યૂચર ગ્રુપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સાથે સમજૂતી કરીને તેની સાથેના કરારનું ઉલંઘન કર્યુ છે.જો આ ડિલ પુરી થાય છે તો રિલાયન્સ ભારતના રિટેલ સેક્ટરમાં પોતાની સ્થિતિને બે ગણી કરવામાં મદદ મળશે.

બીજી તરફ આરઆરવીએલના ઉપયુક્ત કાયદાકીય સલાહકારે કહૃાું કે યૂચર રિટેલ લિમિટેડના વ્યવસાય અને સંપત્તિના અધિગ્રહણની પ્રક્રિયા શરુઆત કરી છે જે ભારતીય કાયદા અંતર્ગત છે. આ મામલે રિલાયન્સે કહૃાું હતું કે યૂચર ગ્રૂપના પ્રમોટર્સના શેરધારકો સાથેના કરાર અંગે એમેઝોન દ્વારા કરાયેલી આર્બિટ્રેશનની કાર્યવાહીમાં ઇમરજન્સી આર્બિટ્રેટર્સ દ્વારા આપવામાં આવેલા વચગાળાના આદેશથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ માહિતગાર છે. યૂચર રિટેલ લિમિટેડની અસ્કયામતો અને વ્યવસાયના હસ્તાંતરણ માટે આરઆરવીએલ દ્વારા યથાયોગ્ય કાયદાકીય સલાહ લેવામાં આવી છે અને તે મુજબના હક્કો અને જવાબદારીઓ ભારતીય કાયદૃા અનુસાર સંપૂર્ણપણે અમલ થવાને યોગ્ય છે. આરઆરવીએલ તેના હક્કોનું નિર્વહન અને યૂચર ગ્રૂપ સાથે થયેલા કરાર તથા નિર્ધારિત યોજના મુજબ કોઈપણ પ્રકારના વિલંબ વગર આ સોદૃો પૂર્ણ કરવાનો ઈરાદૃો ધરાવે છે.