ઉઘરાણીએ આવેલા મુંબઈના કાપડ દલાલ દંપતીને ઘરે બોલાવી માર મારતા નોંધાઈ ફરિયાદ

શહેરમાં મારામારીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે પાંડેસરા-બમરોલી રોડ પર રહેતા કાપડ વેપારીએ રૂપિયાની ઉગરાણી માટે આવેલ મુંબઇના કાપડ દલાલ દંપતીને પોતાના ઘરે બોલાવ્યા બાદ મારમારી મુંબઈના કાપડ દલાલની પત્નીની છેતડી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો,

પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે સંભાળીને પોલીસ પણ હેરાન થઇ ગઈ હતી. મુંબઇ અંધેરી ઇસ્ટના સાકી નાકા નજીક ચીકીચોલ ખેરાની રોડ પર રહેતો કાપડ દલાલ સમયાંતરે સુરતના રીંગરોડ વિસ્તારની ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની ખરીદી કરવા માટે આવતો હતો. આ દરમ્યાન મુંબઈના કાપડ દલાલનો પરિચય ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલીનો વ્યવસાય કરતા ગણેશ વસંતરાવ દેવકર સાથે થયો હતો. જોકે સુરતમાં બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંને સાથે ધંધો પણ કરતા હતા.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઈના કાપડ દલાલ અને ગણેશ વચ્ચે નાણાંકીય લેતીદેતીના મુદ્દે ઝઘડો ચાલી રહૃાો હતો. જોકે મુંબઈનો કાપડ દલાલ રૂપિયાની ઉગરાણી કરતા સુરત દલાલ કોઈ જવાબ આપતો ન હતો. જોકે ગતરોજ મુંબઈ કાપડ દલાલ પત્ની સાથે સુરત ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ખરીદી કરવા આવ્યો હતો અને ગણેશ પાસે દલાલીના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી પણ કરી હતી. ઉઘરાણી માટે ફોન કરતા ગણેશે મુંબઈના કાપડ દલાલને પાંડેસરા-બમરોલી રોડ સ્થિત ક્રિષ્ણા ડેરી પાસે મળવા બોલાવ્યો હતો.

મુંબઈના કાપડ દલાલ ક્રિષ્ણા ડેરી ખાતે પત્ની સાથે ગણેશને મળવા ગયો હતો. જયાં તેઓ વચ્ચે નાંણાકીય લેતીદેતીના મુદ્દે ઝઘડો થતા, ગણેશે મુંબઈના કાપડ દલાલને માર માર્યો હતો અને તેની પત્નીને ગાળો આપી સરેજાહેર અશ્ર્લીલ હરકતો કરી હતી. આ મામલો બિચકાતા સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે મુંબઈના કાપડ દલાલની પત્નીએ સુરતના કાપડ દલાલ ગણેશ દેવકર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW