સુરતના બે વેપારી બંધુઓ સાથે અલગ જ પ્રકારે લૂંટ

45

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, ધાડ સહિતના ગંભીર ગુનાઓનો ગ્રાફ વધી રહૃાો છે. ચોર ટોળકીઓએ જિલ્લાભરની પોલીસને દૃોડતી કરી છે. એવા સમયે વધુ એક વખત ચોર ટોળકીએ જાણે વલસાડ જિલ્લા પોલીસને પડકાર ફેંક્યો હોય તેવો બનાવ બન્યો છે. વાપી નજીક અમદૃાવાદૃ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના બે ફાઇનાન્સના ધંધાર્થી વેપારી બંધુઓની કારમાંથી ૨ લાખ ૬૦ હજાર રૂપિયાની ઉઠાંતરી કરીને ચોર ફરાર થઈ ગયા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ દૃોડતી થઇ ગઇ હતી. મહત્ત્વપૂર્ણ છે કે વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક ફાઇનાન્સની ઓફિસ ધરાવતાં અને સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા હીરાભાઈ જૈન અને અરૂણભાઇ જૈન નામના બે ફાઇનાન્સના ધંધાર્થીઓ પોતાની ઓફિસમાંથી કામ પતાવી અને ફાઇનાન્સના કલેક્શનના રૂપિયા ૨ લાખ ૬૦ હજાર રોકડ રકમ લઇ અને કારમાં સુરત તરફ જઇ રહૃાા હતા. આ દૃરમિયાન વાપી નજીક અમદૃાવાદૃ-મુંબઈ નેશનલ હાઇવે પર સર્વિસ રોડ પરથી પસાર થઈ રહૃાા હતા એ વખતે જ એક બાઈક પર આવેલા બે અજાણ્યા લોકોએ તેમની કાર પર કોઈ પ્રવાહી જેવો પદૃાર્થ ફેંક્યો હતો.

જે બાદૃમાં કાર પર કંઈક પડ્યું હોવાની જાણ કરતા બંને ભાઈઓએ તેમની કાર સર્વિસ રોડ પર રોકી હતી. કાર રોક્યા બાદૃ કાર પર પડેલા પ્રવાહી જેવા પદૃાર્થમાંથી દૃુર્ગંધ આવતી હોવાથી બંને કારનું બોનેટ ખોલીને તપાસ કરવા લાગ્યા હતા. આ જ સમયે બાઇક પર આવેલા બંને ગઠિયા કારની પાછળની સીટ પર એક બેગમાં મૂકેલા રોકડા ૨ લાખ ૬૦ હજાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બંને વેપારી બંધુઓએ કારની તપાસ કરતા તેમને કોઈ શંકાસ્પદ લાગ્યું ન હતું.