વડોદરા શિક્ષણ સમિતિના નિવૃત્ત શિક્ષક અને બ્રહ્મ સમાજના અગ્રણી સનત પંડ્યાનું નિધન

45

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના નિવૃત શિક્ષક, શિક્ષક સંઘ અને બ્રહ્મસમાજના અગ્રણી સનત પંડ્યાનું સોમવારે મોડી રાત્રે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિમાં ૩૭ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી હતી અને સાથે સાથે શિક્ષક સંઘના પ્રમુખ અને વડોદરા બ્રહ્મ સમાજમાં મહામંત્રી તરીકે સક્રિય ભૂમિકા ભજવી સમાજ સેવા કરનાર સનત પંડ્યા એક અઠવાડિયા પહેલા ગવર્મેન્ટ સર્વન્ટ કો-ઓપરેટીવ બેંકની બેઠકમાં હાજર હતા. તે દૃરમિયાન તેઓની તબિયત અચાનક બગડતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દૃાખલ કરાયા હતા. સનતભાઈ પંડ્યાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદૃ એક અઠવાડિયા સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ રવિવારે મોડીરાત્રે તેમનું નિધન થયું હતું. જેથી તેમના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.