વડોદરાના માંજલપુર વિસ્તારમાં સોસાયટીના ૫૦ ગેરકાયદૃે દબાણો પાલિકાએ તોડી પાડ્યા

44

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ત્રિભુવનધામ હાઉસિંગ સોસાયટીના આંતરિક રસ્તા પર ઉભા થયેલા ૫૦ જેટલા દબાણો આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૃૂર કરવામાં આવ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા નોટિસ આપ્યા વિના દબાણો દૃૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા શહેરના માંજલપુર ઇવા મોલની બાજુમાં આવેલી ત્રિભુવનધામ હાઉસિંગ સોસાયટીના આંતરિક રસ્તાઓ પર સ્થાનિક લોકોએ કમ્પાઉન્ડ વોલ, ઓટલા, શેડ, ગેટ વગેરે જેવા દબાણો ઉભા કરી દૃીધા હતા. આ મામલે પાલિકા તંત્રને ફરિયાદ મળી હતી. જે અંગે દબાણ કરનારાઓને કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં દબાણો કરનાર સોસાયટીના રહીશો દ્વારા દબાણો દૃૂર કરવામાં આવ્યા ન હતા.

દરમિયાન આજે પાલિકાની દબાણ શાખાની ટીમે વોર્ડ નં-૪ના એન્જિનિયિંરગ વિભાગની સૂચના મુજબ વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા જે.સી.બી. સાથે દૃબાણો દૃૂર કરવા માટે સોસાયટીમાં પહોંચી ગઇ હતી. દબાણ શાખાની ટીમ પહોંચતા જ સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. સોસાયટીના રહીશોએ દબાણ શાખાના દબાણ તોડવા સામે વિરોધ પણ કર્યો હતો અને પાલિકાની દબાણ શાખાએ ગેરકાયદૃે બાંધકામ તોડવાનું શરૂ કરતાં સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે હાજર હોવાના કારણે દબાણ શાખાએ ગણતરીના કલાકોમાં ગેરકાયદૃે દબાણો દૃૂર કરી દૃીધા હતા. દબાણ શાખાના કામગીરી સમયે વીજ કંપની, સ્ટ્રીટલાઈટ વિભાગની ટીમો પણ હાજર રહી હતી.