અજય દેવગણના ભાઈ અનિલ દેવગણનું નિધન

47

બોલિવૂડ એક્ટર અજય દેવગણના ભાઈ અનિલ દેવગણનું સોમવારે રાત્રે અવસાન થયું છે. તેમના અચાનક અવસાનથી સમગ્ર દેવગણ પરિવારમાં ઉદૃાસીનું વાતાવરણ છે. અજયે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી હતી.

અજયે તેના ભાઈની તસવીર શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું, ’ગઈરાત્રે મારો ભાઈ અનિલ દેવગણને મેં ગુમાવ્યો. તેમના અચાનક અવસાનથી અમારું આખું કુટુંબ તૂટી ગયું છે.

અજયે આગળ લખ્યું, ’પરિવાર અને મને તેમની યાદ હંમેશા આવશે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. રોગચાળાને કારણે અમે પ્રાર્થના સભા રાખી નથી.’

અજયના ફેન્સ પણ તેના ભાઈના નિધન પર શોક વ્યક્ત કરી રહૃાા છે. આ સિવાય અભિષેક બચ્ચન, બોની કપૂર, ડાયરેક્ટર મુકેશ છાબરા સહીત અનેક સેલેબ્સે પણ શ્રદ્ધાંજલિ આપી છે.