કલોલ પાસે દારૂની મહેફિલ માણતી અમદાવાદની ૩ યુવતી સહિત ૮ ઝડપાયાં

48

અમદાવાદની ૩ યુવતી સહિત આઠ નબીરા કલોલ તાલુકાના અઢાણા ગામ પાસે એક ઘરમાં દારૂ મહેફિલ માણતા ઝડપાયાં હતાં. સાંતેજ પોલીસે વહેલી સવારે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ત્યારે દારૂની બે ખાલી બોટલ, સિગારેટના ખાલી ખોખાં, ઠંડા પીણાં, સોડા વેફર મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણ કાર સહિત ૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અઢાણા ગામની સીમમાં અરિંવદ અપલેન્ડની સામે આવેલી કર્મભૂમિ-૧ના મકાન નં.૫૪માં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે બે યુવતી સહિત પાંચ યુવક પીધેલાં મળી આવ્યાં હતાં. પોલીસના જણાવ્યાનુસાર, ઝડપાયેલા યુવાનોમાંથી સાર્થક શાહે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યારે અઢાણાના જે ઘરમાં મહેફિલ ચાલતી હતી તે ઈશાનરાજ ભાટિયાનું હોવાનું જાણવા મળ્યું હતું.

માઉન્ટ આબુની હોટેલમાં જુગાર રમતા અમદૃાવાદૃ અને મહેસાણાના ૫ જુગારી ઝડપાયા છે. પોલીસે ૯૩,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાપુનગરના રહેવાસી રોહિત પટેલ, વિપુલ પટેલ, હર્ષદૃ પટેલ અને મહેસાણાના રમેશ પટેલ સહિત અન્ય એકની ધરપકડ કરી છે.