સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ,મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ

36

આજે ૨ ઓક્ટોબર એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને દર વર્ષે સાબરમતી આશ્રમમાં બાપુની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ યોજાતો હોય છે.જેમાં સર્વધર્મ પ્રાર્થના,ત્યાર બાદ વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવતું હોય છે.પરંતુ ઇતિહાસમાં પહેલી વાર ગાંધી જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ છે.પરંતુ સર્વધર્મ પ્રાર્થના સભા સિવાય કોઈ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું નથી.જોકે પ્રાર્થના સભામાં અલગ અલગ ધર્મના આગેવાનો અને સાબરમતી આશ્રમના કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા છે. ઇતિહાસમાં પહેલી વખત લાંબા સમયથી મુલાકાતીઓ માટે સાબરમતી આશ્રમ બંધ રહૃાા છે.

૨ ઓક્ટોબર એટલે કે મહાત્મ ગાંધીની જન્મજ્યંતીઅને આજે પણ મુલાકાતીઓ માટે સાબરમતી આશ્રમ બંધ રહૃાો છે.જોકે લોકો મહાત્મા ગાંધીની જન્મજ્યંતીએ બાપુને નમન કરવા આવતા હોય છે.પરંતુ કોરોનાના કહેરને કારણે આજે પણ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં વચ્ચે બાપુની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી છે.પરંતુ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં લોકો ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.જોકે સર્વધર્મ પ્રાર્થના બદન કાર્યકમ રદ કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફિકા રંગભેદ સામેની લડતને સફળ કર્યા બાદ મહાત્મા ગાંધીનો સંકલ્પ હતો કે

ભારતને આઝાદ કરવા માટે કામ કરવુ જોઈએ એવા વિચાર સાથે ૯ જાન્યુઆરીએ ૧૯૧૫ના ગાંધીજી દક્ષિણ આફિકા છોડીને કાયમી માટે ભારત આવ્યા અને ત્યાર બાદ જુન ૧૯૧૭મા સાબરમતી નદી કિનારે આશ્રમની સ્થાપના કરીઅને આઝાદીની લડતમા સાબરમતી આશ્રમનો ખુબ મોટો ફાળો રહૃાો છે.આજે પણ આ આશ્રમ સત્ય,અિંહસા અને સેવાની પ્રેરણા આપી રહૃાા છે.જોકે ઇતિહાસમાં પ્રથમ વખત બીજી ઓક્ટોબર પૂજ્ય બાપુ ની જન્મજયંતી નિમિતે મુલાકાતીઓ માટે આશ્રમ બંધ રહૃાો છે. ખાદી નો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારો ના જીવન માં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીશ્રી એ આ જાહેરાત કરી છે.