આવતીકાલે મનપા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત

29
Saurashtra Kranti logo
saurashtra kranti logo

છેલ્લી ઘડીએ સભાઓ ગજવતા નેતાઓ

આવતીકાલે સાંજે ગુજરાતમાં છ મનપા ચૂંટણીઓના પ્રચારના પડઘમ શાંત થઇ જશે. ત્યારે છેલ્લી ઘડીએ મતદારોને મનાવી લેવાના ભરચક પ્રયાસો રૂપે ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ ઠેર ઠેર સભાઓ ગજવી રહયા છે. સાંજ સુધી અનેક સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને બન્ને પક્ષના નેતાઓ પોતપોતાના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવા મતદારોને છેલ્લી ઘડીની વિનંતીઓ કરી રહયા છે. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અમરેલીમાં સભા ગજાવશે. બીજા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા પણ પ્રચારમાં નિકળ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધોળકામાં સભાઓ સંબંધોન કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદમાં અનેક સભાઓ સંબંધવાના છે.

રાજકોટ સહિત છ મનપામાં આજે દિવસભર પ્રચંડ વેગ સાથે દરેક પક્ષોએ પ્રચારની આંધી જગાવી હતી આવતીકાલે બપોર બાદ જાહેર પ્રચારના પડઘમ બંધ થઇ જશે એટલે આજના દિવસે નેતાઓએ શકય તેટલી વધુ સભાઓ સંબોધવનું શરૂ કર્યુ છે. ડોર ટુ ડોર પ્રકાર પણ વેગવાન બનાવી લેવામાં આવ્યો છે. રાજકોટની વાત કરીએ તો ગઇકાલે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ શહેરમાં અનેક સભાઓને સંબંધોન કર્યુ હતું. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટ આવ્યા હતા અને કેટલાય વિસ્તારોમાં સભાઓ ગજાવી હતી. લોકો પણ નેતાઓને સાંભળવા ઉમટી રહયા છે.