વખાના માર્યા શું કરવું?! માધાપર ચોકડી પર આકાર પામતું નવું બસ સ્ટેન્ડ

74

જામનગર અને મોરબી તરફ જતા લોકોને હવે રાહત મળતી થશે

રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આધુનીક નવા બસ પોર્ટમાં પુરતી સંખ્યામાં એસટી બસો રાખવાની જગ્યા રહી નહીં હોવાથી વખાના માર્યા એસટી ડીવીઝન રાજકોટ દ્વારા અન્ય શહેરોની બસો લોકો આસાનીથી મેળવી શકે એ માટે શહેરમાં અલગ-અલગ સ્થળે નવા બસ સ્ટેન્ડ ઉભા કરવાની ફરજ પડી રહી છે. એ મુજબ જામનગર શહેર અને જિલ્લા તેમજ મોરબી અને જિલ્લાના રૂટ પર દોડતી એસટી બસો માટે માધાપર ચોકડી પર નવું બસ સ્ટેન્ડ ઉભુ કરવું પડયું છે. અહીંથી જામનગર અને મોરબી જનારા મુસાફરોને એસટી બસની સવલત પ્રાપ્ત થશે. અહીં ઉતારૂઓ માટે બેઠક વ્યવસ્થાઓ વધારવામાં આવી છે અને પુછપરછ તથા ટિકિટ બારી માટેના ખંડ પણ બનાવવા પડયા છે જે તસ્વીરમાં નજરે પડે છે.