કાશ્મીરના ખૂંખાર આતંકવાદીને જીવતો ઝડપી લેવાયો

36

ભાજપના ત્રણ નેતાઓની કરપીણ હત્યા કર્યાનો આરોપ

જમ્મુ અને કાશ્મીર પોલીસને આજે બહુ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. કાશ્મીર ખીણમાં ભાજપના ત્રણ નેતાઓની કરપીણ હત્યા કરવામાં સંડોવાયેલા ખૂંખાર આતંકવાદી જહુર અહેમદ રાઠેરને જીવતો પકડી લેવામાં આવ્યો છે. આ ખૂંખાર આતંકવાદી એલઇટીના ટીઆરએફ જુથ સાથે સંકળાયેલો હતો અને લાંબા સમયથી તેની વ્યાપક શોધખોળ ચલાવવામાં આવી હતી.

ગઇકાલે જમ્મુના શાંમ્બા સેંકટરમાંથી આ ત્રાસવાદીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. તાજેતરમાં આ ત્રાસવાદીએ ભાજપના ત્રણ-ત્રણ નેતાઓની હત્યા કરી હતી. ત્યારથી જ લશ્કર અને પોલીસ તેની શોધખોળ ચલાવી રહયા હતા.