ફોઇ(મમતા) અને ભત્રીજાનું મન તાનાશાહી અને ગેરવસૂલીમાં લાગ્યું : નડ્ડા

36

મમતાએ ભ્રષ્ટાચારથી મા, માટી અને માનુષને કલંકિત કર્યા, ચૂંટણીમાં જનતા તેમને નમસ્તે કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ૭૨ કલાકમાં બીજી વાર મંગળવારે પશ્ર્ચિમ બંગાળ પહોંચ્યા હતા. તેમણે બીરભૂમ જિલ્લાના તારાપીઠથી ભાજપની પરિવર્તન રથયાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરાવી હતી. તેમણે અહીં એક રેલીને પણ સંબોધન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પર ભ્રષ્ટાચાર મુદ્દે પ્રહાર કર્યા હતા. તેમણે કહૃાું હતું કે- પીસી (ફોઇ) અને ભાઈપો (ભત્રીજા)એ બંગાળમાં લૂંટ ચલાવી છે. તેમણે મા, માટી અને માનુષને કલંકિત કર્યા છે. ચૂંટણીમાં જનતા તેમને નમસ્કાર કરી દેશે.

સંબોધન દૃરમિયાન, સ્ટેજ પર માઇક ખરાબ થયું હતું તો તેમણે વચ્ચે જ પોતાનું ભાષણ અટકાવવું પડ્યું, પછી તેમણે બીજા માઇક પર ભાષણ શરૂ કર્યું. આ દરમિયાન તેમણે કહૃાું, મંચ બદૃલાઇ શકે છે, પરંતુ મારો હેતુ નહીં. મમતા જી, આપ સાંભળી લો બંગાળની સંસ્કૃતિને બચાવવા માટે અહીં કમળ ખીલશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનું સોનાનું બંગાળ બનશે.

ભાજપ અધ્યક્ષે કહૃાું, ’ ફોઇ અને ભત્રીજા બંને તાનાશાહી, ગેરવસૂલીમાં મન લગાવી રહૃાા છે. શુભેન્દના પિતા પર ભત્રીજાનો શબ્દ કલંકિત કરતો છે. તેઓ બગડેલા દીકરા છે, તેઓ સત્તાને પચાવી શકતા નથી. દિૃલ્હીમાં મમતા સાંસદૃ ડેરેક ઓ બ્રાયન કહે છે કે બોલવાની સ્વતંત્રતા નથી. પરંતુ મમતા સરકારે કાર્ટૂન બનાવવા બદલ યાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ કરી હતી. જે પત્રકાર અને બુદ્ધિજીવીઓ સરકાર વિરુદ્ધ બોલ્યા, તેમણે નોકરી ગુમાવવી પડી.