મોરબીમાં બહેનની સાથેના સંબંધને લઇને યુવતીના ભાઇએ ફકીર યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

59

મોરબીના રામઘાટની પાસે આવેલ મકરાણીવાસ વિસ્તાર નજીક ગઇકાલે મોડી રાત્રીના છરીના ઘા ઝીંકીને કાલીકા પ્લોટમાં રહેતા ફકીર યુવાનનું મર્ડર કરી નાંખવામાં આવેલ. પોતીની બહેન સાથેના યુવકના ’સબંધ’ નો રોષ રાખીને યુવતીના ભાઇએ કરેલો હુમલો પ્રાણઘાતક નિવડ્યો હતો. જેથી હત્યા કરાયેલી યુવીનની લાશને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી. પોલીસે હુમલાખોરને દબોચી લઇને આગળની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકેથી મળતી વિગત મુજબ મોરબીના રામઘાટની પાસે આવેલ મકરાણીવાસ નજીક ગઇકાલે તા.૭ ફેબ્રુઆરીના રાત્રીના અગિયારેક વાગ્યે અરસામાં ફકીર યુવાનને છરીનો જીવલેણ ઘા છાતીના ભાગે તેમજ હાથે-પગે પણ છરીના જીવલેણ ઘા મારી દેવામાં આવતા ફકીર યુવાનનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજયું હોય બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક યુવાનનું નામ રફીકશા અબ્બાસશા રફાઇ જાતે ફકીર (ઉમર ૨૬) રહે. કાલિકા પ્લોટ ઇન્ડીયા પાન પાસે મોરબી હોવાનું ખુલ્યુ હતુ.

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં છાતીના ભાગે છરીનો ઘા ઝીંકીને રફીકશાની નિર્મમ હત્યા કરવામાં આવ્યો છે. રાતે મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા લોકોના ટોળા ઉમટ્યા હતા. બનાવને પગલે ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પીટલે દોડી ગયો હતો.