દિલ્હીમાં ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોની સંપત્તિ અને ૧૮૬ ઝૂપડાં બળીને ખાખ થયા

49

રાજધાની દિલ્હીના ઓખલા ફેઝ-૨ના સંજય કોલોનીની એક ફેક્ટરીમાં મોડી રાતે આગ ભભૂકી ઉઠી. જેમાં લાખોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. જ્યારે નજીકમાં આવેલા ૧૮૬ ઝૂપડા બળીને ખાખ થઈ ગયા. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગે લાખોની સંપત્તિ અને ઘરો તબાહ કરી નાખ્યા.

કહેવાય છે કે રાતે લગભગ ૨ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘટના સમયે લોકો ઝૂપડાંમાં સૂઈ રહૃાા હતા. ત્યારે જ અચાનક ભડભડ ભડકા જોવા મળ્યા. ફેક્ટરીની આગની જ્વાળાઓ ગોદામથી ઝૂપડાં સુધી પહોંચી ગઈ. રાતે ૨:૨૩ વાગ્યે ફાયર બ્રિગેડને આ અંગે સૂચના મળી અને ત્યારબાદ ફાયરની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે આગ બૂઝાવવા પહોંચી ગઈ.

ફાયર વિભાગના જણાવ્યાં મુજબ ભીષણ આગમાં ઝૂપડાંની અંદર ફસાયેલા લગભગ ૪૦-૫૦ લોકોને બચાવવામાં આવ્યા. જો કે એક વૃદ્ધ વ્યક્તિ હજુ લાપત્તા છે. જેમની શોધ ચાલુ છે.

ફાયર વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ દિલ્હી ફાયર સર્વિસને સવારે ૨:૨૩ વાગે દિલ્હીના ઓખલા ફેઝ-૨ની સંજય કોલોનીમાં આગ લાગવાની સૂચના મળી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ હાલ નિયંત્રણમાં છે અને આગ સંપૂર્ણ રીતે ઓલવવાની કોશિશ ચાલુ છે.