જુહાપુરામાં બાબા અને કે.કે. નામના ઈસમોએ, લારીવાળાને જાહેરમાં માર મારતા ચકચાર

56

અમદાવાદમાં લૂંટ અને મારામારીના કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહૃાો છે. ત્યારે જુહાપુરમાં બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેરમાં દાદાગીરી કરી લારીમાં તોડફોડ કરતા આસપાસના વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહૃાો હતો. આ અંગે વેજલપુર પોલીસે આ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જુહાપુરમાં દાદાગીરીના કિસ્સાઓ વધતા જઈ રહૃાા છે.

તાજેતરમાં જ અમિન મારવાડીએ પોલીસ પર ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર બાજ તેના ફાર્મહાઉસમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી લોકોમાં દહેશત ફેલાવી હતી. તો બીજી બાજુ કાલુગરદનના માણસોએ ધાબા પર હાથમાં ઘાતક હથિયારો સાથે ડીજેના તાલ પર ડાન્સ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે હવે બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેર માર્ગ પર આતક મચાવ્યો હતો.

આ બન્ને આરોપીઓએ જાહેરમાં લારીવાળા સામે દાદાગીરી તેની લારીમાં તોડફોટ કરી હતી અને તેનો તમામ સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. લારી માલિકે તેઓની સામે હાથ જોડી આજીજી પણ કરી હતી. પરતું પોતાનો ખોફ લોકોમાં જમાવવા માટે તેઓએ તેને જાહેરમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. આ બનાવની જાણ વેજલપુર પોલીસને કરતા પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.