સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીપીએસસીની પરીક્ષા પર અસર : તારીખમાં કરાયો ફેરફાર

41

આગામી ૧૪,૧૬ અને ૧૮ ફેબ્રુઆરીએ જીપીએસસીની પરીક્ષા યોજાવાની હતી


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જીપીએસસીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો હોવાની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. તમને જણાવી દઈએ કે આગામી ૧૪,૧૬ અને ૧૮ ફેબ્રુઆરીએ જીપીએસસીની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ સામે આવતી ચૂંટણીઓને કારણે પરીક્ષા પાછી ઠેલાઈ છે.

વે જીપીએસસીની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે. જીપીએસસીની પરીક્ષામાં મુલ્કી સેવા વર્ગ-૧, ન.પા.મુખ્ય અધિકારીની પરીક્ષાનો સમાવેશ થાય છે.