હિન્દુઓને ૯ રાજ્યોમાં લઘુમતીનો દરજ્જાની માંગવાળી અરજી સુપ્રિમે એક સપ્તાહ માટે ટાળી

46


સુપ્રીમ કોર્ટે હિન્દુઓને ૯ રાજ્યોમાં લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી એક સપ્તાહ માટે ટાળી દીધી છે. અરજીમાં આ સંબંધિત બધા કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં અપીલ કરવામાં આવી છે કે, નેશનલ કમિશન ફોર માઈનોરિટી એક્ટની એ જોગવાઈને રદૃ કરવામાં આવે, જે અંતર્ગત દૃેશમાં લઘુમતીનો દરજ્જો આપવામાં આવે છે. સાથે જ અપીલ કરાઈ છે કે, જો કાયદો જાળવી રાખવામાં આવે છે, તો જે ૯ રાજ્યોમાં હિંદુ લઘુમતીમાં છે, તેમને રાજ્યવાર સ્તર પર લઘુમતીનો દરજ્જો આપવામાં આવે, જેથી તેમને લઘુમતીનો લાભ મળે.

સુપ્રીમ કોર્ટમાં અરજી કરી નેશનલ કમિશન ફોર માઈનોરિટી એક્ટ ૧૯૯૨ની જોગવાઈને પડકારતી અરજીઓ, જે તમામ રાજ્યોની હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી એક સપ્તાહ માટે ટાળી દૃીધી છે અને અપીલકર્તાને કહૃાું છે કે, આ દરમિયાન પ્રતિવાદીઓના પૂરા નામ રજૂ કરે.

ભાજપના નેતા અશ્ર્વિની ઉપાધ્યાય તરફથી કરાયેલી અરજીમાં કહેવાયું છે કે, કેન્દ્ર સરકારે માઈનોરિટી એક્ટની કલમ-૨ (સી) અંતર્ગત મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનને લઘુમતી જાહેર કર્યા છે, પરંતુ તેમે યહૂદીને લઘુમતી જાહેર નથી કર્યા. સાથે જ કહેવાયું છે કે, દેશના ૯ રાજ્યોમાં હિંદુ લઘુમતીમાં છે, પરંતુ તેમને લઘુમતીના લાભ નથી મળી રહૃાા. અપીલમાં કહેવાયું છે કે, લદાખ, મિઝોરમ, લક્ષ્યદ્વીપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં હિંદુઓ લઘુમતીમાં છે.

અપીલમાં કહેવાયું છે કે, આ રાજ્યોમાં લઘુમતીમાં હોવાના કારણે હિંદુઓને લઘુમતી તરીકેનો લાભ મળવો જોઈએ, પરંતુ તેનો લાભ એ રાજ્યોના બહુમતીઓને આપવામાં આવી રહૃાો છે.