માતા-પિતા પાસે દીકરી હોય તો તે ગેરકાયદેસર કસ્ટડી નહીં કહેવાય

48

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

કેરળના એક આધ્યાત્મિક ગુરૂએ પોતાની લીવ-ઇન પાર્ટનરને તેણીના માતા-પિતાની જેલમાંથી આઝાદ કરવા સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

મુખ્ય ન્યાયાધીશ બોબડેની અધ્યક્ષતાવાળી અરજીને ફગાવતા કહૃાું કે, જે પોતાના માતા-પિતાની પાસે છે તેને ગેરકાયદેસર કસ્ટડી કહી શકાય નહીં. કોર્ટે અરજદારની અરજી નામંજૂર કરી અને તેને હાઇકોર્ટમાં ખસેડવાની સલાહ આપી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેરળ હાઈકોર્ટે આધ્યાત્મિક ગુરૂની અરજીને એવું કહીને ફગાવી હતી કેસ છોકરીની માનસિક સ્થિતિ બરાબર નથી. અરજી કરનારના વકીલ ગોપાલ શંકરનારાયણે કહૃાું હતું કે, હાઈકોર્ટનો આ નિર્ણય ખોટો હતો કે છોકરીની માનસિક સ્થિતિ નાજૂક છે.

વ્યવસાયે ડોક્ટર ૫૨ વર્ષીય યુવતીના આધ્યાત્મિક ગુરુએ કેરળ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ૪૨ વર્ષની વયે તે તે પત્ની અને બે પુત્રીથી અલગ થઈ ગયા હતો. આ સિવાય તેણે સાંસારિક જીવનનો ત્યાગ પણ કર્યો હતો. તેણે ૨૧ વર્ષીય યુવતીને તેની રહેવાસી જીવનસાથી અને યોગ શિષ્ય ગણાવીને ગેરકાયદેસર રીતે અટકાયત કરી હોવાનો આક્ષેપ તેના માતાપિતાએ કર્યો હતો. હાઈકોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી અને કહૃાું હતું કે મહિલા નબળી માનસિક સ્થિતિ છે. પોલીસે કરેલી તપાસમાં જાહેર થયું છે કે અરજદાર વિશ્ર્વાસપાત્ર નથી. તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ બોબડેએ અરજી પર સુનાવણી કરતા કહૃાું કે, કસ્ટડી અને હિરાસતમાં મોટું અંતર છે. જો દીકરી માતા-પિતાની પાસે છે તો તેને અર્થ તે નથી કે તેને ગેરકાયદેસર કસ્ટડી માનવામાં આવે. યુવતીની માનસિક સ્થિતિ યોગ્ય નથી. જ્યાં સુધી યુવતીની ઇચ્છા વ્યક્ત કરવાની વાત છે ત્યાં સુધી ખરાબ માનસિક સ્થિતિ વાળી વ્યક્તિને પોતાને નિર્ણય લેવાની આઝાદી નથી.