વડાપ્રધાન મોદી ૭ ફેબ્રુઆરીએ પશ્ર્ચિમ બંગાળના પ્રવાસે : ૫ હજાર કરોડની ભેટ આપશે

51

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની ત્રણ યોજનાઓનું ઉદ્ઘાટન કરવા માટે ૭ ફેબ્રુઆરીએ પશ્ર્વિમ બંગાળના હલ્દિયા જશે. આ યોજનાઓના શિલાન્યાસ પછી વડાપ્રધાન એક મોટી જનસભાને સંબોધશે. બંગાળના તમામ ભાજપા કાર્યકર્તા પીએમ મોદીની આ જનસભાની તૈયારીઓમાં લાગ્યા છે. હલ્દિયામાં વડાપ્રધાન જે યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેનો ખર્ચ આશરે ૫ હજાર કરોડ રૂપિયા માનવામાં આવી રહૃાો છે. આ યોજનાઓમાં પેટ્રોલિયમ મંત્રાલયના ત્રણ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પછી વડાપ્રધાન લોકોને સંબોધન કરશે.

પીએમ મોદીનો આ પ્રવાસ તે કારણે પણ મહત્વનો માનવામા આવી રહૃાો છે કારણ કે એપ્રિલ-મેમાં પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપાએ ૨૦૦થી વધારે સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. વડાપ્રધાન મોદીનો ૧૫ દિવસમાં બીજો બંગાળ પ્રવાસ હશે. આ પહેલા પીએમ મોદી ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતિ ઉપર પશ્ર્વિમ બંગાળ પહોંચ્યા હતા.

પશ્ર્વિમ બંગાળના હાવડામાં રવિવારે થયેલી રેલી બાદ રાજ્ય ભાજપા પ્રમુખ દિલીપ ઘોષે તૃણમૂળ કોંગ્રેસના નેતાઓના ભાજપામાં સામેલ થવા ઉપર કહૃાું કે આજે પણ ગણા લોકો ભાજપામાં સામે થયા છે. પહેલા લોકો ગભરાતા હતા, પોલીસ પરેશાન કરશે પરંતુ હવે લોકો આગળ વધીને ભાજપા જોડાઈ રહૃાાં છે. ગોષે કહૃાું કે અમે દરેક જિલ્લામાં રેલી કરીશું.

બંગાળ ભાજપા પ્રમુખે કહૃાું કે માત્ર તૃણમૂળ જ નહીં પરંતુ દરેક પાર્ટીઓના લોકો ભાજપામાં જોડાઈ રહૃાાં છે. તેમણે કહૃાું કે અમને હેરાન કરવા માટે આજે પણ અમારી ૧૫૦ બસોને રોકવામાં આવી છે. ઘોષે એલાન કર્યું છે કે આ વધારે દિવસ ચાલશે નહીં.