જામનગરમાં ભાવી ડોક્ટરે યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ

55

શહેરમાં આવેલી યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી કૂદૃીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત આયુર્વેદિૃક યુનિવર્સિટીમાં બી.એ.એમ.એસ.(આયુર્વેદિૃક ડોક્ટર)નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી બિલ્ડિંગ પરથી કૂદૃીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં મૃતકના પોકેટેમાંથી મળેલા ડોક્યુમેન્ટને આધારે તેનું નામ વિજય ઠાકોર હોવાનું જાણવા મળ્યનું છે. તેમજ મૃતક યુવક આયુર્વેદૃીક કોલેજમાં બી.એ.એમ.એસ. વિભાગનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. જોકે, ક્યા કારણોસર આત્મહત્યા તે જાણવા મળ્યું નથી. હાલ, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.