પોલીસે મહિલાને માસ્કના દંડની ભરપાઇ બાબતે કહેતા સસ્પેન્ડ કરવાની ધમકી આપી

40

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન માસ્કના દંડની ભરપાઇ બાબતે મહિલા કાર ચાલક અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. આ દરમિયાન મહિલા કાર ચાલકે પીએસઆઇને સસ્પેન્ડ કરવાની ધમકી આપતા ગોત્રી પોલીસે મહિલાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં માસ્કની કામગીરી દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે માથાકૂટ થવાના બનાવો વધી રહૃાા છે. દરમિયાન વડોદરાના ઘડિયાળી સર્કલ પાસે વધુ એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી પોલીસ મથકના જવાનો માસ્ક ચેકિંગની કામગીરી કરી રહૃાા હતા, તે દરમિયાન નિલાંબર સર્કલ તરફથી કાર ઘસી આવી હતી, જે કારને હોમગાર્ડ જવાનોએ ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, મહિલાએ કાર ઉભી રાખી ન હતી, ત્યાર બાદ થોડા અંતરે આવેલા અન્ય હોમગાર્ડ જવાનોએ કારને રોકી હતી.

કાર ચાલક મહિલાને પીએસઆઇ કે.એચ. જનકાત સમક્ષ લઇ ગયા હતા, તે સમયે કારચાલક મહિલાએ પોતાનું નામ એશ્ર્વર્યા મૂર્તિ હોવાનું જણાવ્યું હતું પોલીસે માસ્ક કેમ નથી પહેર્યું અને તે બાબતે દૃંડ ભરવાનું કહેતા એશ્ર્વર્યા મૂર્તિએ પ્રતિકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમે બધા પોલીસવાળા લૂંટ ચલાવો છો. આ સમયે કારમાં સવાર તેમની બહેને પોલીસ કામગીરીનું વિડીયો શુટીંગ કરીને મોટેથી બૂમો પાડી હતી કે, પોલીસ મારી પાસેથી ૫૦૦ રૂપિયા માંગે છે અને મારો મોબાઇલ ફોન લઈ લીધો છે અને હેલ્પ હેલ્પની બુમો પાડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

વધુમાં મહિલાએ ધમકી આપી જણાવ્યું હતું કે, હું તને સસ્પેન્ડ કરાવી દઈશ હું કાયદૃેસર ટેક્સ ભરું છું, તેમાંથી તમારો પગાર થાય છે, તારી શું ઓકાત છે તને કોઈ હક નથી કે, તું મને આ રીતે રોકી શકે. આ બનાવના પગલે ગોત્રી પોલીસે કાર ચાલક એશ્ર્વર્યા મૂર્તિ(રહે, માલ ધ રેસિડેન્સી, વડોદરા) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.