રાજકોટમાં રેલ્વે ટ્રેક પર અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

55

રાજકોટના કોઠારિયા સોલવન્ટ આગળ રેલવે ટ્રેક પર એક અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાતા મોત નીપજ્યું હતું. યુવાનના શરીરના ટૂકડે ટૂકડા થતા અરેરાટી જોવા મળી હતી. યુવાનનો એક હાથ કપાયને પાટાની બહાર ફેંકાય ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને યુવાનના શરીરના જુદા પડેલા અંગો એકત્ર કરી પીએમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાનનું મોત અકસ્માતથી થયું છે કે પછી આપઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાનની ઉંમર ૩૫ વર્ષ આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પોલીસે યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. હાલ આજીડેમ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. યુવાને આપઘાત કર્યો છે કે પછી અકસ્માતથી મોત થયું છે તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.

રાજકોટના કુવાડવા રોડ પર થોડા દિવસ પહેલા ટ્રકે બાઈકને ટક્કર મારતા બિહારી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.