શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મથુરાની કોર્ટ હવે ૧૮ જાન્યુઆરીએ કરશે સુનવણી

30

અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ મામલો હવે કોર્ટમાં છે. આ મામલે મુથુરા જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનવણી થવાની હતી પરંતુ મથુરાના એક વકિલના મોત બાદ સુનવણી થઈ નહી, કોર્ટે નવી તારીખ ૧૮ જાન્યુઆરી આપી છે.

ઉલ્લેખનિય છે કે કોર્ટની વકિલ રંજના અગ્નિહોત્રી વગેરે તરફથી શ્રીકૃષ્ણ જન્મસ્થાન મામલે દાવો કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં સુનવણી દરમિયાન શાહી મસ્જીદ ઈદગાહ કમિટિએ દાવાને અયોગ્ય ગણાવી ફગાવવાની માંગ કરી હતી.

આ કેસમાં બંન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા જજે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને નિકાલ માટે ૧૧ જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી. પરંતુ સોમવારે સુનવણી થઈ શકી નહી.