હિંમતનગરમાં પીકઅપ ડાલામાંથી પોલીસે ૯૦૦ ફિરકી ચાઈનીઝ દોરી ઝડપી

38

પાંચ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની કરી ધરપકડ

ચાઈના દોરી અને ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાનું જીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું હતું. સાબરકાંઠામાં હિંમતનગર એસ.ટી સ્ટેન્ડ નજીકથી ચાઈનીઝ દૃોરીનો જથ્થો ઝડપાયો છે. સાબરકાંઠા બી ડિવિઝન પોલીસે પીકઅપ ડાલા સાથે રૂ.૫.૩૦ લાખનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યમાં આ પ્રકારની દૃોરીનું વેચાણ થઈ રહૃાું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસ ટી સ્ટેન્ડ નજીકથી પીક અપ ડાલામાં લઈ જવાતી ૨૭ લાખ વાર ૧.૮૦ લાખની ચાઈનીઝ દોરીનો જથ્થો સાબરકાંઠા બી ડીવિઝન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. અહીં નમકીનના બંધ બોડીના પીક અપ ડાલામાં ચાઈનીઝ દોરીના બોક્સ મળી આવ્યાં હતાં.

પોલીસને ડાલામાંથી ૧૫ બોક્સમાં રહેલી દોરીની અલગ અલગ કલરની ૯૦૦ ફિરકીઓ મળી હતી. એક ફિરકીના ૨૦૦ રૂપિયા લેખે વેચાણ થતું હતું. એક ફિરકીમાં ૩ હજાર વાર ચાઈનીઝ દોરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પોલીસે પીક અપ ડાલાના ડ્રાઈવર સહિત પાંચની ધરપકડ પણ કરી છે.