ખેડૂત આંદોલનના વિરોધમાં સુપ્રીમમાં અરજી, શાહિનબાગ નિર્ણયનો આપ્યો હવાલો

31

દૃેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદૃોલન વિરુદ્ધ બીજી એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ખેડૂતોને સરહદ પરથી તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં શાહીન બાગ અંગેના કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અરજદારનું નામ ઋષભ શર્મા છે અને તેમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી છે કે આંદૃોલનને કારણે દૃરરોજ ૩૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહૃાું છે.

તેથી, ખેડૂતોને સરહદ પરથી દૂર કરવા જોઈએ. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શાહિન બાગ મામલામાં સુપ્રીમ કોર્ટે જારી કરેલા માર્ગદર્શિકા સામે વિરોધ કરવામાં આવ્યો હતો.