જેઈઈ એડવાંસ્ડ પરીક્ષાની તારીખો અને આઈઆઈટી પ્રવેશ માટેના નિયમો જાહેર

30

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જેઈઈ એડવાંસ્ડ પરીક્ષા ૨૦૨૧ની તારીખોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી નિશંકે વેબિનાર દ્વારા આઈઆઈટીમાં પ્રવેશ માટે જરૂરી યોગ્યતા અને નિયમો વિશે પણ જાણકારી આપી હતી. ૩ જૂલાઈ ૨૦૨૧ના રોજ તેની પરીક્ષાઓ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તારીખે જેઈઈ એડવાંસ્ડની પરીક્ષાઓ યોજાશે. પોતાના સંબોધનમાં કેન્દ્રીય શિક્ષા મંત્રીએ કહૃાું છે કે, પ્રિય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જેઈઈ મેઈન્સની પરીક્ષાઓની તારીખની જાહેરાત બાદૃ સતત તમારી સૂચનાઓ આવતી રહી છે કે, જેઈઈ એડવાંસની પરીશ્રઆઓ ક્યારે થશે, ક્યાં થશે અને તેમાં પાછળના સમય પ્રમાણે આ સમયમાં પણ છૂટની કેટલીક જોગવાઈ હશે કે નહી.

નિશંકે આગળ કહૃાું છે કે, મને તમને જણાવતા ખુશી થઈ રહી છે કે, કોવિડના કારણે વિષમ પરિસ્થિતિ હતી અને આપણે તેમાંથી સંપૂર્ણ રીતે ઉભરી શક્યા નથી. આ સ્થિતિમાં જેઇઇ દ્વારા આઈઆઈટીમાં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ પરીક્ષામાં ૭૫% માર્કસના માપદંડ અથવા તેને આ સમય માટે પણ અમે દુર કરી દીધા છે. જેથી તમને આ સુવિધા મળી શકે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ શકે. તારીખોની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,‘આ પરીક્ષા અંગે તમે જાણો છે કે તે ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે. ૩ જુલાઈ ૨૦૨૧ને આ અંગેની તારીખ નક્કી કરવામા આવી છે. તમારી પાસે હજુપણ ઘણો સમય છે.

તમે આ માટે સારી રીતે તૈયારી કરી શકો છો. આ સમયમાં પરીક્ષાનું આયોજન આઈઆઈટી ખડગપુર દ્વારા કરાશે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાસ નિશંકે આ અંગે જોડાયેલ એક ટ્વિટ પણ કરી હતી. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે,‘મારા પ્રિય વિદ્યાર્થીઓ, હું જેઈઈ એડવાન્સ્ડની તારીખ અને આઈઆઈટી એડમિશનના માપદૃંડોની આજે સાંજે ૬ કલાકે જાહેરાત કરીશ.ઉલ્લેખનીય છે કે, જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા થકી દૃેશની પ્રતિષ્ઠિત ૨૩ આઈઆઈટી સંસ્થાનોમાં એડમિશન મળે છે. જેઇઇ મેન્સમાં સારું પ્રદૃર્શન કરનારા સ્ટુડન્ટ્સને જેઈઈ એડવાન્સ્ડ આપવાની તક મળે છે.