બિહારમાં છોકરીવાળાઓએ મોર્નિક વોક પર નીકળેલા યુવકનું અપહરણ કરી કરાવ્યા લગ્ન

26

લખીસરાયના બડહિયામાં પરાણે લગ્ન કરાવવાનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ગુરૂવારે મોર્નિક વોક પર નીકળેલા એક યુવકની કેટલાંક લોકોએ અપહરણ કર્યું અને તે બાદ સીધો જ તેને લગ્નના મંડપમાં બેસાડી દિધો. ત્યાં સંપૂર્ણ તૈયારીની સાથે દુલ્હન પણ સોળે શણગાર સજીને બેઠી હતી. અને તેથી દુલ્હાની પીઠી ચોળવાની વિધિ ઝડપથી કરવામાં આવી. જે બાદૃ છોકરીવાળાઓએ તેનો ફોટો પણ વાયરલ કર્યો. આ ફોટો યુવકના ગામ સુધી પહોંચ્યો, જે ફોટો પોલીસને દેખાડીને યુવકનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી. જે બાદ પોલીસે યુવકને જમુઇના સિકંદાર ગામમાંથી શોધી કાઢ્યો. યુવકની ઓળખ ગંગા સરાયના મનોજ કુમારના પુત્ર શિવમ (૨૦ વર્ષ) તરીકે થઈ છે. જેની પહાડપુરના મંગલા રાયની પુત્રી સાથે પરાણે મહાદેવ સિમરિયા મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા. શિવમ હાલમાં જ આર્મીમાં જનરલ ડ્યૂટી પદ પર પસંદ થયો છે, જે અંતર્ગત તેનું ૨૦મી જાન્યુઆરીએ જોઈિંનગ છે.

શિવમને જ્યાંથી પોલીસે શોધી કાઢ્યો, ત્યાં તેની માસી રહે છે. પહાડપુરના મંગલા રાયે પોતાની પુત્રીના લગ્નની સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી. અપહરણ કરીને લગ્ન કરાવવાની પૂરી તૈયારી પ્રી-પ્લાન્ડ હતી. ઈન્ડિયન આર્મીમાં સિલેકશન થવાને કારણે છોકરીવાળાઓની શિવમ પર નજર હતી. ગુરૂવારે જ્યારે શિવમ ગંગા સરાયમાં મોર્નિગ વોક માટે નીકળ્યો જ એક લાલ રંગની અલ્ટો કાર રોકાઈ અને શિવમને ગાડીની અંદૃર ખેંચી લીધો. જે બાદૃ તેને પહાડપુર લઈ ગયા, જ્યાં લગ્નની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જ્યારે જોયું તો તેની જાણકારી પરિવારને આપી, જે બાદૃ પરિવારના લોકો પોલીસ પાસે પહોંચ્યા હતા.

જો છોકરીવાળાઓએ દૃુલ્હાની પીઠી ચોળેલી ફોટો વાયરલ ન કરી હોત તો લગભગ પોલીસ શિવમ સુધી પહોંચી શકી ન હોત. જો કે પોલીસ પહોંચે તે પહેલાં જ સંપૂર્ણ વિધિથી સિમરિયા મહાદૃેવના મંદિૃરમાં શિવમના પરાણે લગ્ન થઈ ગયા હતા. યુવકના અપહરણના સમાચાર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા. શિવમના ઘરમાં પણ અફડાતફડી જેવું વાતાવરણ ઊભું થઈ ગયું. આજુબાજુના ગામના લોકો પણ એકઠાં થઈ ગયા. જે બાદૃ લોકોનો ગુસ્સો ફુટ્યો અને તેઓએ એનએચ૮૦ જામ કરી પ્રદૃર્શન શરૂ કરી દિૃધું. સ્થાનિક પોલીસ મુજબ ૪ કલાકની અંદૃર જ યુવક મળી ગયો હતો.