શેરબજારમાં કડાકો: સેન્સેક્સ ૨૬૪ અંક ઘટી ૪૮,૧૭૪ સપાટીએ બંધ

38

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં નિરાશા છવાઇ છે. જેમાં સેન્સેક્સ-૨૬૩.૭૨ પોઇન્ટ એટલે ૦.૫૪% ટકાના ઘટાડા સાથે ૪૮,૧૭૪.૦૬ પર બંધ થયો છે. તેમજ નિટી-૫૩.૨૫ પોઇન્ટ એટલે ૦.૩૮% ટકાના ઘટાડા સાથે ૧૪,૧૪૬.૨૫ પર બંધ રહી છે.

કેન્દ્રીય બજેટ પહેલા રોકાણકારો રોકાણ કરતા ગભરાઇ રહૃાાં છે. કારણ કે મોટા ભાગના માર્કેટ એલિસ્ટ દ્વારા માનવામાં આવે છે કે કોરોનાના આ સમયના બજેટ તેમની આશા પ્રમાણે રહેશે નહી. એશિયાઇ બજારમાં બુધવારે સુસ્તી રહી છે.

તેમજ જાપાનનું નિક્કેઇ ઈન્ડેક્સ કડાકા સાથે, ચાઇના અને હોંગકોંગના બજારોમાં સપાટ બંધ થયા છે. રોકાણકારો બજારના મુખ્ય શેરોને વેચી રહૃાાં છે. તેમાં રિલાયન્સ, ટીસીએસ, એસબીઆઈ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનેન્સ અને એન્ફોસિસના શેરમાં કડાકો જોવા મળ્યો છે.

સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેક્ધ સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા. પાવર ગ્રીડ કોર્પ ૪.૩૪ ટકા વધીને ૧૯૬.૧૫ પર બંધ રહૃાો હતો. પાવર ગ્રીડ કોર્પ ૪.૩૪ ટકા વધીને ૧૯૬.૧૫ પર બંધ રહૃાો હતો. ભારતી એરટેલ ૨.૨૮ ટકા વધીને ૫૨૫.૬૦ પર બંધ રહૃાો હતો. જોકે આઇટીસી, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેક્ધ, એચસીએલ ટેક સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. આઇટીસી ૨.૮૬ ટકા ઘટીને ૨૦૫.૪૫ પર બંધ રહૃાો હતો. રિલાયન્સ ૨.૬૪ ટકા ઘટીને ૧૯૧૪.૧૫ પર બંધ રહૃાો હતો.

આજે એશિયાઈ બજારોમાં શરૂઆતના ઘટાડા પછી સામાન્ય રીકવરી નોંધાઈ. તેમાં હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૫૮ અંકના વધારા સાથે ૨૭૭૦૮ પર બંધ થયો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ ૨૨ અંક વધી ૩૫૫૦ પર બંધ થયો છે. બીજી તરફ જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૧૦૯ અંક ઘટી ૨૭૦૪૯ પર બંધ થયો છે.