ડીસામાં બે કરોડના ખર્ચે બનેલ નાનાજી દેશમુખ બાગ જાળવણીના અભાવે નષ્ટ થવાના આરે

35

ડીસા નગરપાલિકા દ્વારા બે કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ નાનાજી દૃેશમુખ બાગમાં જાળવણીના અભાવે ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે તેમજ રમતગમતના સાધનો પણ નષ્ટ થઇ રહૃાાં છે ત્યારે તાત્કાલીક ધોરણે બગીચો શરૂ કરવા માટે આપ દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવિણભાઇ માળી દ્વારા શહેરના હવાઇ પિલ્લર મેદાનમાં અધતન સુવિધાસભર ‘નાનાજી દેશમુખ બાગ બનાવવામાં આવ્યો હતો પરંતુ બગીચો તૈયાર થઇ ગયા પછી જમીનના મુદ્દે વિવાદૃ છેડાયો હતો.

શહેરના કેટલાંક લોકોએ જાતે જ બગીચામાં અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા તા.૧૮ એપ્રિલ ૨૦૧૯ થી કાયદાકીય ગુચ તેમજ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળેલ ન હોવાથી બગીચો જનતા માટે બંધ રાખેલ છે તેવું બેનર બગીચામાં લગાડી દેવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બગીચો નગરજનોને ઉપયોગી થાય તે માટે ચાલુ કરવા ખુદૃ સતાધારી ભાજપ સહિત વિપક્ષી સદસ્યોએ પણ રજૂઆત કરી છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પરીસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. આથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, રમેશભાઇ નાભાણી (વકીલ) સહિતના આગેવાનોએ સોમવારે નગરપાલિકા માં બગીચો ચાલુ કરાવવા માટે મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જીલ્લા કલેકટરને પણ રજૂઆત કરી પાંચ દિવસમાં યોગ્ય પ્રત્યુત્તર નહી આવે તો આંડોલનની ચીમકી ઉચ્ચારી છે.