ઉ.પ્રદેશમાં અખિલેશ યાદવનો માસ્ટર સ્ટ્રોક, શાયર મુનવ્વર રાણાની દિકરી સપામાં જોડાઇ

67

બસપામાં પાડ્યું મોટુ રાજકીય ગાબડુ,પાર્ટીમાંથી બળવો કરીને બે નેતાઓ અને પૂર્વ સાંસદ સપામાં જોડાયા

બહુજન સમાજ પાર્ટીમાંથી બળવો કરીને પાર્ટી છોડનારા બે નેતાઓ અને પૂર્વ સાંસદ ઉમેદવાર, ગોંડા મસૂદ આલમ ખાન અને પૂર્વ ધારાસભ્ય રમેશ ગૌતમે મંગળવારે સમાજવાદી પાર્ટી જોઈન કરી લીધી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોએ પણ સપાનું સભ્યપદૃ લીધું છે.

સપાનું સભા પદ લેનારમાં ખ્યાતનામ શાયર મુનવ્વર રાણાની દિકરી સુમૈયા રાણા પણ શામેલ છે. આ તમામને સપા પ્રમુખ અખિલેશ યાદવે પાર્ટીનું સભ્યપદ અપાવ્યુ હતું. આ અવસરે અખિલેશે બીજેપી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. જેમાં ખાસ કરીને હાથરસની ઘટના મહત્વની હતી. તો વળી મુઝફરનગર રમખાણોમાં કેસ પાછા ખેંચવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.

આજે સમાજવાદી પાર્ટીનું સભ્ય પદ લેનારા નેતાઓમાં લાલ ચંદૃ ગૌતમ, ખુશી રામ પાસવાન, રામ સિગાર મિશ્રા, મો. ઈરફાન, અયોધ્યા ચૌહાણ, પુરન લાલ, ભગવાન લાલ, હાફિઝ અલી, અહેસાન અલી સહિત કેટલાય લોકો શામેલ છે.

અખિલેશે આ પ્રસંગે સમાજવાદી પાર્ટીમાં જોડાનારા તમામ લોકોનું સ્વાગત કર્યુ હતું. તેમણે અહીં કહૃાુ હતું કે, જે પ્રકારનું ઉત્પીડન સરકાર તરફથી થઈ રહૃાુ છે., તેના માટે આપણે બધાએ એક થવાની જરૂર છે. જૂઠા કેસોમાં લોકોને ફસાવ્યા છે. તેના વિરુદ્ધ લડાઈ લડવાની છે. જે કામ લોકતંત્રમાં ક્યારેય નથી થયા, તે તમામ કામ ભાજપ કરી રહી છે.