દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના રિકવરી રેટ ૯૦%થી વધુ

62

નવા વર્ષે એટલે ૨૦૨૧માં કોરોના મહામારી માંથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એકબાજુ ભારતમાં જ્યાં કોરોના વેક્સીનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યાં હવે સંક્રમણની ઝડપ પર પણ બ્રેક લાગતી દેખાય રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દૃેશમાં કોરોનાના દર્દીઓની સ્વસ્થ થવાની સંખ્યા ઝડપથી વધવાની સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે કોરોના રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ પહોંચી ગયો છે.

ભારતમાં અત્યારે કુલ ૨.૭૭ ટકા એક્ટિવ કેસ છે. ભારતમાં કોરોના દર્દીઓની સાજા થવાનો આંકડો ૯૭ લાખ ૪૦ હજારથી ઉપર પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર ૯૦ ટકાથી વધુ છે. જેમાં ૭૩.૫૬ ટકા સાજા થનાર દર્દી ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોમાંથી છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૭૩૨ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૨૭૯ કોરોના દર્દીઓની મોત થયા છે. તો આ દરમ્યાન ૨૧૪૩૦ કોરોના દર્દીઓનીહોસ્પિટલમાંથી રજા મળી છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા  ૧,૦૧,૮૭,૮૫૦
ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક  ૧,૪૭,૬૨૨
દેશમાં અત્યાર સુધીમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા  ૯૭,૬૧,૫૩૮
દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા  ૨,૭૮,૬૯૦