કાશ્મીરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: ૩ આતંકીઓ ઠાર, ૨ જીવતા ઝડપાયા

63
SaurshtraKranti logoR

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ એક્ધાઉન્ટરમાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બે જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશનમાં કાશ્મીરમાંથી ત્રણ આતંકવાદીઓને પકડી લીધા હતા. શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના શોપિયાઁમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખા વિસ્તારને કોર્ડન કર્યો હતો. એ વખતે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિગ કર્યું હતું, એ પછી સુરક્ષાદળોના વળતા જવાબમાં એક પછી એક ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.

આતંકવાદીઓ સાથેના ફાયરિગ વખતે બે જવાનો ઘાયલ થયા હતા. સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સામ-સામા ફાયરિગમાં આતંકવાદીઓ ઠાર થયા હતા. બીજી તરફ બે જવાનો પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની સ્થિતિ સુધારા પર હોવાનું કહેવાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન કુલ ત્રણ આતંકવાદીઓ અલગ અલગ સ્થળોએથી પકડાયા હતા. જમ્મુમાંથી બે આતંકવાદીઓ શસ્ત્ર અને વિસ્ફોટક સામગ્રી સાથે પકડાયા હતા.

તે ઉપરાંત પુલવામામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં એક આતંકવાદી શસ્ત્રોના જથ્થા સાથે પકડાયો હતો. બીજી તરફ પાકિસ્તાનના નાપાક સૈન્યએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે બેફામ તોપમારો કર્યો હતો. ભારતીય ચોકીઓને અને સરહદી ગામડાંઓના નિશાન બનાવીને પાકિસ્તાની લશ્કરે ગોળીબાર ચાલુ રાખ્યો હતો. બીએસએફના જવાનોએ આ ફાયરિગનો વળતો જવાબ આપ્યો હતો એવું ડિફેન્સ વિભાગના પ્રવક્તાએ કહૃાું હતું.