WHOનીચેતવણી: કોરોનાએ છેલ્લી મહામારી નહીં

54

હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યો


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહૃાું છે કે કોરોના વાઇરસ વિશ્ર્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના માનવ સ્વાસ્થ્યને સુધારવાના પ્રયત્નો સફળ ન થઈ શકે. “હું”નાં ચીફ ટેડ્રોસ ગેબ્રયેસસે કહૃાું કે કોરોના સામેની લડતમાં, ફક્ત રૂપિયાના ખર્ચા કરવાથી કંઇ પણ થશે નહીં. આપણે ભવિષ્ય માટેની તૈયારી પણ કરવી પડશે.

કોરોના વાયરસને છુપાવામાં ચીન ની મદૃદૃના આરોપોથી ઘેરાયેલા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમએ ચેતવણી આપી છે કે કોવિડ-૧૯ મહામારી છેલ્લી નથી. તેમણે કહૃાું કે જળવાયુ પરિવર્તનને રોકયા વગર અને પશુઓના કલ્યાણ વગર વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ નકામો છે. તેમણે કહૃાું કે દુનિયા ‘ખતરનાક રીતે કંઇપણ લાંબુ વિચાર્યા વગર કોરોના વાયરસને રોકવામાં પૈસા ઉડાડી રહૃાું છે પરંતુ કોઇપણ દેશ આગળની મહામારી માટે તૈયાર નથી.

ટેડ્રોસ એ રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ પર આપેલ પોતાના એક વીડિયો મેસેજમાં કહૃાું કે અત્યારનો સમય કોરોના વાયરસ મહામારીમાંથી પાઠ શીખવવાનો છે. તેમણે કહૃાું કે લાંબા સમયથી દુનિયા એ ભય અને ઉપેક્ષાના એક ચક્રમાં કામ કર્યું છે. આપણે મહામારી આવવા પર પૈસા ઉડાવી દઇએ છીએ અને જ્યારે આ ખત્મ થઇ જાય છે તો આપણે એ ભૂલી જઇએ છીએ કે આગળની મહામારીને રોકવા માટે આપણે કંઇ કરતા નથી. આ ખતરનાક રીતે ખૂબ જ નાની વિચારસરણી છે અને સ્પષ્ટપણે સમજવામાં કઠિન છે. કોરોના વાયરસના થોડાંક મહિના પહેલા સપ્ટેમ્બર ૨૦૧૯માં આવેલ હેલ્થ ઇમરજન્સી પર વૈશ્ર્વિક તૈયારી દેખરેખ રિપોર્ટમાં કહૃાું હતું કે આ ધરતી વિનાશકારી મહામારી માટે ખૂબ જ અફસોસજનક રીતે તૈયાર છે.

ટેડ્રોસે કહૃાું કે ઇતિહાસ આપણને બતાવે છે કે આ છેલ્લી મહામારી હશે નહીં અને મહામારી જીવનનું એક સત્ય છે. મહામારી બતાવે છે કે મનુષ્ય, પ્રાણીઓ અને ધરતીના સ્વાસ્થ્યની વચ્ચે ઉંડો સંબંધ છે. “હું” ચીફે કહૃાું કે વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારવાનો કોઇ પણ પ્રયાસ ત્યાં સુધી નકામો છે જ્યાં સુધી કે વ્યક્તિ અને પ્રાણીની વચ્ચે મહત્વપૂર્ણ ઇંટરફેસને ઉકેલવામાં ના આવે. સાથો સાથ જળવાયુ પરિવર્તનની જગ્યાએ આપણા અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે અને આ આપણી પૃથ્વીને ઓછી રહેવા યોગ્ય બનાવી રહૃાું છે. આપને જણાવી દઇએ કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દૃુનિયાભરમાં ૧૭ લાખ ૫૦ હજાર લોકોના મોત થયા છે અને ચીનમાં તે સામે આવ્યા બાદ ૮ કરોડ લોકો તેનાથી સંક્રમિત થઇ ચૂકયા છે.