‘તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ૯ મહિના બાદ થઈ ફરી વાપસી

48

ટીવી જગતની સૌથી જાણીતી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ અને લોકોના દિલમાં રાજ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહૃાું છે. ૧૨ વર્ષથી દર્શકોના દિલ પર આ શો રાજ કરી રહૃાું છે. પોતાના અલગ અને મજેદાર કન્ટેન્ટને કારણે આ શો હમેશા ચર્ચામાં રહે છે. આ સિવાય શોના દરેક પાત્ર પણ લોકોના ખૂબ જ ફેવરિટ છે અને હમેશાં ચર્ચામાં રહે છે. શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેનાથી ફેન્સ જોડાયેલા છે, પરંતુ એક તરફ જ્યાં કેટલાક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે ત્યારે કેટલાક નવા લોકો શો સાથે જોડાઈ ગયા છે.

આ દરિયાન તારક મહેતાના દર્શકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ૯ મહિનાથી નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક દૃૂર હતા. ત્યારે હવે ફરી તેઓ શોમાં વાપસી કરી રહૃાા છે. નટુકાકા ટૂંક સમયમાં તારક મહેતાના અપકિંમગ એપિસોડમાં જોવા મળશે. હકીકતમાં ઘનશ્યામ નાયકની થોડા સમય પહેલાં જ સર્જરી થઈ હતી. જેના કારણે તેઓ રજા પર જતા રહૃાા હતા. હવે આરામ કર્યા બાદ તેઓ એકદમ સારા થઈ ગયા છે. જેથી હવે તેમણે ફરી શુટિંગ શરૂ કરી દીધું છે.

એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે જણાવ્યું કે તેઓ ઘણા લાંબા સમયથી સર્જરીને કારણે શુટિંગથી દૃૂર હતા. પરંતુ હવે તેઓ એકદમ સારા થઈ ગયા છે અને શોમાં શુટિંગ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયકે ૧૬ માર્ચે છેલ્લીવાર શોમાં શુટિંગ કર્યું હતું. પરંતુ કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉન પછી અત્યાર સુધી તેઓ શુટિંગ કરી શક્યા નહોતા અને હવે આ લાંબા સમય બાદ તેઓ ફરી શોમાં વાપસી કરી રહૃાા છે. એવામાં ટૂંક સમયમાં અપકિંમગ એપિસોડ્સમાં નટુકાકા જોવા મળશે.