ભાવનગરમાં એક જ દિવસમાં બે લોકોની હત્યા થતા વિસ્તારમાં ખળભળાટ

58

ભાવનગરમાં રવિવારનો દિવસ જાણે કે હત્યારાઓનો દિૃવસ હોય તેમ બહાર આવ્યું છે. રવિવારે સાંજે એક સાથે ૨ અલગ-અલગ વિસ્તારમાં હત્યાના બનાવ બનતા ભાવનગર રક્તરંજિત બન્યું અને શહેરના આ બંન્ને હત્યાના બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. જોકે ભાવનગર પોલીસે બન્ને હત્યાના આરોપીઓને પકડી લેવા અલગ-અલગ ટીમો મારફતે કામ હાથ ધર્યું છે. અને બંન્નેના હત્યારાઓ ઝડપથી પોલીસના હાથમાં આવી જશે તેવી આશા પોલીસે વ્યક્ત કરી છે. કુંભારવાડામાં બનેલા હત્યાના બનાવમાં ખુદ એ.એસ.પી સફિન હસન અહીંથી પસાર થતા હોય તે ઈજાગ્રસ્તને જોઈ જતા પોતાની કારમાં લઈને સિવિલમાં સારવાર માટે દોડી ગયા હતા પરંતુ યૂવકનું સારવાર દૃરમ્યાન મોત નીપજ્યું હતું.

ભાવનગરમાં રવિવારના દિવસે એક જ પોલીસ મથકના બે અલગ-અલગ વિસ્તારમાં હત્યાના બનાવો બનવા પામ્યા હતા. કુંભારવાડા અને હાદાનગર એમ બે સ્થળોએ યુવાનોની હત્યાના બનાવો બનતા શહેરમાં લોકોમાં ગભરાટ જોવા મળ્યો અને પોલીસ માટે આ ઘટનાઓ પડકારરૂપ બની રહેવા પામી છે.

પ્રથમ બનાવમાં ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીના યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો, જેમાં સારવાર દરમયાન યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક રણછોડભાઈ ધરજીયાની ઉપર તેના જ પાડોશમાં રહેતા શખ્સોએ હુમલો કર્યો હતો અને આ હુમલો જીવલેણ બનતા તેનું મોત નીપજ્યું હતું. રણછોડભાઈના ઘરની સામે કેબીન ધરાવતા શખ્સને પોતાની દીકરીની છેડતી ના કરવા બાબતે ઠપકો આપતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ તેના પર હુમલો કરી નાસી છૂટ્યો હતો. રણછોડભાઈ ધરાજીયા નામના ૩૫ વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.