સિક્કિમમાં ભારત-ચીન સરહદે ભીષણ અકસ્માતમાં ૩ સૈનિકો સહિત ૪ના મોત

34

સિક્કિમના નાથુલામાં ભારત-ચીન સરહદે રવિવારે એક ભીષણ દુર્ઘટના સર્જાય જેમાં ત્રણ સૈન્યકર્મીઓ સહિત ચાર લોકોના મોત થયાં છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારામાં સેનાના કર્નલનો ૧૩ વર્ષિય દિકરો પણ સામેલ છે.

આ દુર્ઘટના નાથુલામાં બરફવાળી સડક પરથી પસાર થઈ રહેલા સૈન્યકર્મીઓનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું છે. દુર્ઘટના સ્થળની તસવીર પરથી ખ્યાલ આવે છે કે દુર્ઘટના કેટલી ગંભીર હશે.

પૂર્વીય સિક્કીમના એસએસપી એસપી યેલસાપીએ જણાવ્યું કે, સેનાના એક વાહન નાથુલાની નજીક ૧૭ મીલ દુર બરફથી ભરેલા જવાહરલાલ નહેરુ રોડથી લપસીને ખાઈમાં પડ્યું. આ દુર્ઘટનામાં ત્રણ સૈન્યકર્મીઓ સાથે-સાથે કર્નલના ૧૩ વર્ષના દિકરાનું પણ મોત થયું છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે.

પોલસ અધિકારીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત સૈનિકને સારવાર અર્થે કલકત્તાની એક હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવ્યો છે જ્યારે મૃતદેહોને દુર્ઘટનાગ્રસ્ત વાહનમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.