જીએસટી ઘટ પેટે કેન્દ્રએ રાજ્ય સરકારોને ૬૦૦૦ કરોડ આપ્યા

57

નાણાં મંત્રાલયે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વળતરની અછતને પહોંચી વળવા રાજ્યોને આઠમા સાપ્તાહિક હપ્તો જાહેર કર્યો છે.

આઠમા તબક્કાના આ પૈસામાંથી ૨૩ રાજ્યોને ૫,૫૧૬.૬ કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે અને દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પોંડિચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૪૮૩.૪ કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે.

બાકીના પાંચ રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ – જીએસટીના અમલીકરણને કારણે આવકમાં કોઈ તફાવત નથી, એમ સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે.

ય્જી્ને કારણે ઉભી થયેલ આવક ઘટને પહોંચી વળવા માટે કેન્દ્રની મોદી સરકારે રાજ્યસરકારો માટે ઓક્ટોબરમાં ૧.૧ લાખ કરોડની અલગ એક વિશેષ ઉધાર વિડો ઉભી કરી હતી.

આ સ્કીમમાંથી કુલ ૭ ઈન્સટોલમેન્ટ ચૂકવી દૃેવામાં આવ્યા છે અને આજે આઠમા તબક્કાનું પેયમેન્ટ પણ કરવામાં આવ્યું છે. સરકારે આ પૈસા ૪.૧૯૦૨%ના વ્યાજદરે ઉઘાર લીધા છે.

સરકારે અત્યાર સુધી કુલ રૂ. ૪૮,૦૦૦ કરોડ ઉઘાર લીધા છે,જેનો વ્યાજદર ૪.૬૯૮૬% નક્કી કરવામાં આવ્યો છે.