ઉ.કોરિયામાં વિદેશી રેડિયો સાંભળતા ફિશિંગ બોટના કેપ્ટનનો મોતનો ઘાટ ઉતારાયો

51

ઉત્તર કોરિયાની એક ફિશિંગ બોટના કેપ્ટનને એટલા માટે મોતની સજા આપવામાં આવી કારણ કે તે એક પ્રતિબંધિત રેડિયો સ્ટેશન સાંભળતો હતો. રેડિયો ફ્રી એશિયાના રિપોર્ટ મુજબ કેપ્ટન ૧૫ વર્ષથી આ રેડિયો સ્ટેશન સાંભળી રહૃાો હતો. તેના માટે તેને સરેઆમ ગોળીથી ઉડાવી દીધો. રિપોર્ટસના મતે સમુદ્રમાં સફર દરમ્યાન તેના રેડિયોમાં વિદેશી એરવેવ આવતા હતા.

ઇહ્લછના રિપોર્ટ મુજબ ચોઇ નામના કેપ્ટને ૧૦૦ કર્મચારીઓની સામે ગોળીથી ઉડાવી દીધો. ચોઇ ૫૦થી વધુ જહાજોનો માલિક હતો. કહેવાય છે કે તેના જ કોઇ સ્ટાફે આ અંગે પ્રશાસનને માહિતી આપી દીધી કે ચોઇ પ્રતિબંધિત વિદેશી રેડિયો સ્ટેશન સાંભળતો હતો. એક અધિકારીના મતે ચોઇ પહેલાં સેનામાં રેડિયો ઓપરેટર હતો અને ત્યાં તેણે વિદેશી બ્રોડકાસ્ટ સાંભળવાનું શરૂ કર્યું.

નોકરી છોડ્યા બાદ પણ તે આવું કરતો રહૃાો જેની મંજૂરી નથી. એટલું જ નહીં ફિશિંગ બેઝ પર તૈનાત પાર્ટી અધિકારીઓ અને સિક્યોરિટી અધિકારીઓને પણ બરતરફ કરાયા છે. ઉત્તર કોરિયાના નેતાઓ આ બેઝ પરથી વિદેશી ચલણ મેળવતા હોય છે. સુરક્ષા વિભાગે ચોઇના ગુનાને પાર્ટીની વિરૂદ્ધ ગણાવ્યા.