૨૬ ડિસેમ્બરે રાજસ્થાનથી દિલ્હીખેડૂતો સાથે કરશે કૂચ

34

એનડીએ સહયોગી પાર્ટી આરએલપીએ ખેડૂતોના સમર્થનમાં મોરચો માંડ્યો

કૃષિ કાયદૃા વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદૃર્શન ૨૫મા દિૃવસે પણ ચાલું છે અને દિૃલ્હીની સીમાઓ પર બેઠેલા ખેડૂતો સતત કાયદૃાને રદૃ કરવાની માંગ કરી રહૃાા છે. આ દૃરમિયાન ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કાયદૃાના ફાયદૃા સમજાવવા માટે લાગી રહી છે. પરંતુ પાર્ટીની મુશ્કેલી તેના જ સહયોગી દૃળ વધારી રહૃાા છે. હવે એનડીએના સહયોગી હનુમાન બેનીવાલે મોરચો ખોલી દૃીધો છે.

કૃષિ કાયદૃાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી પ્રમુખ હનુમાન બેનીવાલએ શનિવારે સંસદૃની ત્રણ સમિતિઓમાંથી રાજીનામું આપી દૃીધું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલેલા પત્રમાં હનુમાન બેનીવાલએ ઉદ્યોગ સ્થાયી સમિતિ, અરજી સમિતિ અને પેટ્રોલિયમ તથા ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિમાંથી રાજીનામું આપી દૃીધું છે.

સંસદૃીય સમિતિઓમાંથી રાજીનામું આપનાર હનુમાન બેનીવાલએ કહૃાું કે તે ૨૬ ડિસેમ્બરના રોજ ૨ લાખ સમર્થકો સાથે રાજસ્થાનથી દિૃલ્હી માટે રવાના થશે, આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે ૨૬ ડિસેમ્બરના રોજ એનડીએમાં રહેવા અથવા સાથ છોડવા અંગે નિર્ણય કરશે. રાજસ્થાનના નાગૌરથી સાંસદૃ હનુમાન બેનીવાલે કહૃાું કે તે ખેડૂતો માટે દૃરેક કુરબાની આપવા માટે તૈયાર છે.