વેરાવળના ભિડીયાના રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

77

વેરાવળના ભિડીયા વિસ્તારના એક રહેણાંક મકાનમાં વિદૃેશી દૃારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દૃરોડો પાડી ૩૩ દારૂની બોટલ અને ૨૦ બિયરના ટીન કિ.રૂ.૨૬ હજારના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સીટી પીઆઇ ડી.ડી.પરમારે જણાવ્યું કે, સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફના કમલેશ અરજણભાઇ, અશોક હમીરભાઇને મળેલ બાતમીના આઘારે ભીડીયાના સાગરચોક પાસે મિલન સોડા વાળી ગલીમાં ‘જયશ્રી નામના મકાનમાં પર દરોડો પાડ્યો હતો. મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૩ તથા બીયરના ટીન નંગ ૨૦ મળી કુલ કિ.રૂ.૨૬,૦૫૫નો જથ્થા સાથે મકાન માલિક શૈલેષ મોહાણ સુયાણીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી હતી.