તાપીમાં રેતીની હેરાફેરી કરતી ટ્રકો પાસેથી લાંચ માંગનાર કોન્સ્ટેબલની સામે દાખલ કરાયો ગુના

34

તાપી એલ.સી.બીમાં નોકરી કરી રહેલા કોન્સ્ટેબલ-વર્ગ-૩ના કર્મચારી સામે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ તાપીમાં રેતીની હેરાફેરી કરતી ટ્રકોને ચાલવા દેવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી.જેથી ફરિયાદીછઝ્રમનો સંપર્ક કર્યો હતો. છઝ્રમ છટકું ગોઠવીને આરોપીને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરેલો પરંતુ છટકાની ગંધ આવી ગઈ હોય તેમ આરોપી કોન્સ્ટેબલ રૂપિયા લેવા ન આવતાં પોલીસે પૂરાવાના આધારે બે વર્ષ બાદૃ ગુનો દાખલ કર્યો છે. એક ટ્રકના બે હજાર મંગાયેલા અનિલભાઇ રામજીભાઇ ડંભેલકર, અ.પો.કો., વર્ગ-૩, તાપી એલ.સી.બી. વ્યારા હાલ નોકરી- વ્યારા પોલીસ સ્ટેશન,
તાપી-વ્યારામાં ૨૭-૬-૨૦૧૮થી ૨૯-૦૬-૨૦૧૮ દરમિયાન વ્યારા જિલ્લામાં ફરીયાદીની ટ્રકો રેતીની હેરાફેરીમાં ફરતી હોય અને તાપી એલ.સી.બી. માં ફરજ બજાવતા પોલીસવાળા અનિલભાઇના પોતાની ફરજના વિસ્તારમાં ફરીયાદીની ટ્રકો રોકી હેરાનગતી નહી કરવા એક ટ્રકના બે હજાર લેખે ફરીયાદીની પાંચ ટ્રકોના દસ હજાર રૂપિયા તથા ફરીયાદીના મિત્રના બાકીના રૂપિયા પંદર હજાર મળી કુલ રૂ.૨૫,૦૦૦ની માંગણી કરેલ જે બાબતે લાંચના છટકાના ફરીયાદીની ફરીયાદ આધારે પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે., નાઓએ તા.૨૯/૬/૨૧૮ ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ લાંચની રકમ સ્વીકારી નહોતી.
પૂરાવાના આધારે ગુનો દાખલ થયો ફરિયાદીએ કરેલી ફરિયાદૃના આધારે છટકું નિષ્ફળ રહૃાું હતું. પરંતુ ફરિયાદૃીએ આપેલા પૂરાવાના આધારે છઝ્રમ્એ તપાસ હાથ ધરી હતી. કે.જે.ચૌધરી, પો.ઇન્સ. સુરત શહેર છઝ્રમ્એ પ્રાથમિક તપાસમાં આરોપીએ લાંચની રકમની માંગણી કરેલ હોવાના પુરતા પૂરાવા તપાસ દૃરમ્યાન મળી આવ્યાં હતાં. જેથી પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ સરકાર તરફે ફરીયાદી બની ગુન્હો દૃાખલ કરાવ્યો છે.